ડો. મશરૂને 6.54 કરોડનો દંડ - At This Time

ડો. મશરૂને 6.54 કરોડનો દંડ


લક્ષ્મીનગરમાં આવેલી નિહિત બેબીકેરનો તબીબ હિરેન આયુષ્માન યોજનાનો ભરપૂર ગેરલાભ ઉઠાવી કરોડો રૂપિયા કમાયો હતો

કેસ દીઠ 10-10 હજારની કાળી કમાણી કરવા 116 નવજાત શિશુને 8-8 દિવસ સુધી યાતના આપી હતી

નવજાત તંદુરસ્ત જન્મે​​​​​​​ છતાં ​​​​​​​તેના ખોટા લેબ રિપોર્ટ બનાવી સરકાર અને બાળકના પરિવારને પણ છેતરતો હતો

રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં ત્રિશૂલ ચોકમાં આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરૂ નવજાત બાળકોને હોસ્પિટલમાં દાખલ રાખી રિપોર્ટ કરાવતા અને તે રિપોર્ટમાં બાળક સ્વસ્થ હોવાનું નોંધાયું હોવા છતાં રિપોર્ટમાં ચેડાં કરીને ગંભીર બીમારી હોવાનું કહી આયુષ્માન યોજનામાં વધારે સમય દાખલ રાખી છેતરપિંડી કરતો હતો.

જે મામલે આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે ડો. મશરૂએ 116 બાળકને ખોટી રીતે દાખલ કરીને સિરિંજ, ઈન્જેક્શન ખોટા ભોંકાવી યાતનાઓ આપી વધારાનું બિલ બનાવી આયુષ્માન યોજનામાં ચડાવ્યું હતું જે ગંભીર છેતરપિંડી હોવાથી 6.54 કરોડ રૂપિયાનો દંડ કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.