ચોરીના ગુન્હાના આરોપીઓને ચોરાયેલ મોટરસાઇકલ સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ ક૨તી બોટાદ જિલ્લા ટ્રાફિક શાખા - At This Time

ચોરીના ગુન્હાના આરોપીઓને ચોરાયેલ મોટરસાઇકલ સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ ક૨તી બોટાદ જિલ્લા ટ્રાફિક શાખા


(રિપોર્ટ ચેતન ચૌહાણ બોટાદ)
બોટાદ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ટાવર રોડ તરફથી એક નંબર પ્લેટ વગરનું હીરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા આવતા તેને ઉભુ રખાવી અને મો.સા. ચાલકનુ નામઠામ પુછતા પોતે પોતાનું નામ ફૈઝલભાઈ યુસુફભાઈ ઉ.વ.૨૪ ૨હે.રેલ્વે કોલોની પાછળ તીલકનગર, બાપા સીતારામની મઢુલી પાસે બોટાદ ટાઉન તા.બોટાદ જી.બોટાદ વાળો હોવાનુ જણાવેલ. જેની પાસે રહેલ મો.સા.ના માલીકીનાં પુરાવા માંગતા, પોતાની પાસે ના હોય અને આ મો.સા. આજથી આશરે થોડા દીવસ અગાઉ અભયભાઈ દેવેન્દ્રભાઈ મકવાણા ૨હે.ભગતનીવાડી જુના દાળીયાના કારખાનાની બાજુમાં ઢાંકણીયા રોડ જી.બોટાદ વાળા પાસેથી રૂા.૧૦,૦૦૦/- માં વેચાણમાં લીધેલ હતી અને રોકડા ૫૦૦૦/- આપેલ હતા અને ત્યારબાદ બીજા પછી આપવાના હતા તેવી હકીકત જણાવેલ જેથી આ અભયભાઈ દેવેન્દ્રભાઈ મકવાણા ની તપાસ કરતા અને ફોન મારફતે સંપર્ક ક૨તા મળી આવેલ હોય જેથી તેને આ મો.સા. બાબતે પુછપરછ કરતા પોતે જણાવેલ કે આ મો.સા. મને જયેશભાઈ કાનજીભાઈ સોલંકી ઉ.વ.૨૨ રહે.હરીદર્શન ગઢડા રોડ, આનંદધામ ગેટ નંબ૨-૨, બોટાદ શહે૨ તા.જી.બોટાદ વાળા પાસેથી રૂા.10000/-માં વેચાણ લીધેલ હોવાની હકીકત જણાવેલ જેથી આ તમામ ઈસમો ગલ્લા તલ્લા કરતા હોય અને સંતોષકારક જવાબ આપતા ન હતા જેથી બે પંચોના માણસોને બોલાવી પંચો રૂબરૂ આ તમામ ઇસમોને વિશ્વાસમાં લઇ સઘન પુછપરછ કરતા આ મો.સા. બાબતે સંતોષકારક જવાબ નહી આપેલ અને માલીકીપણા અંગેના કોઈ આધાર/પુરાવોએ રજુ કરેલ ન હતા. જેથી સદરહું મો.સા.ની વિગતો ઈ-ગુજકોપ (પોકેટ કોપ) એપ્લીકેશમાં સર્ચ કરતા આ મો.સા. રાજકોટ શહે૨ના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ હોવાનું માલુમ થતા મજકુર ઈસમોને ચોરાયેલ મો.સા.ની કિ.રૂ.૩૫, ૦૦૦/- ગણી સી.આર.પી.સી કલમ.૪૧(૧), (ડી) મુજબ આ કામે અટક કરી આગળની ધોરણસર કાર્યવાહી કરી રાજકોટ શહે૨ના આજીડેમ પો.સ્ટે.ના ગુ.૨.નં.૧૧૨૦૮૦૦૨૨૩૦૪૩૯/૨૦૨૩ IPC કલમ ૩૭૯ મુજબનો મો.સા. ચોરીનો અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.