ભાસ્કર ખાસ:વર્ક પ્લેસ પર પ્રશંસા ન થવાને લીધે અમેરિકા-ઈંગ્લેન્ડમાં અડધા કર્મચારી ઘણી વખત તણાવગ્રસ્ત રહે છે, બર્નઆઉટના શિકાર પણ બની રહ્યા છે
આજકાલ જીવનની ઝડપી ગતિ અને વધતાં કામના દબાણે લોકોમાં થાક એક સામાન્ય સમસ્યા બની દઈ છે. ડેલોઇટ ‘વેલબીંઇગ એટ વર્ક’ સરવે અનુસાર યુકે અને યુએસના લગભગ અડધા કર્મચારી હંમેશા અથવા કેટલીકવાર થાકેલા કે તણાવગ્રસ્ત રહે છે. જેની પાછળનું સૌથી મુખ્ય કારણ વર્ક પ્લેસ પર પ્રશંસા ન થવી છે. જો આપણે કામ પર સાહયોગીની પ્રશંસા નથી કરતાં તો આપણા માટે બર્નઆઉટ જોખમ 45% સુધી વધી જાય છે. ત્યારે સ્વયંની પ્રશંસા ન થતાં આ જોખમ 48% સુધી વધે છે. બર્નઆઉટ કોચ મરે અનુસાર થાકની સમસ્યા માત્ર વર્તમાન સમયની નથી. મધ્ય યુગથી લઈને આધુનિક સમય સુધી થાકનો સામનો કરવો માણસની સામાન્ય સમસ્યા રહેલી છે.
સ્ટડી અનુસાર વર્ક પ્લેસ પર વધતાં બર્નઆઉટના જોખમને ઘટાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે પ્રશંસા. તેમાં સૌથી સારી વાત એ છે કે પ્રશંસા બંને તરફ કામ કરે છે. આપણે બીજાની પ્રશંસા કરીને પણ પોતાનો થાક ઉતારી શકીએ છીએ. વર્ક પ્લેસ પર થાક ઉપરાંત પણ આપણે ઘણીવાર એવો અનુભવ કરીએ છીએ કે આપણી ઊર્જા નાશ પામી રહી છે અને આપણે આપણા જીવનના વિવિધ પડકારોનો સામનો કરવામાં અસમર્થ છીએ. પણ આ થાકનું શું કારણ છે અને તેનો સામનો કઈ રીતે કરવો એ જાણવું મહત્ત્વપૂર્ણ છે. તેને જાણ્યા પછી જ આપણે તેના પર કાબૂ મેળવી શકીએ છીએ. જ્યારે આપણે થાકેલા હોઈએ છીએ ત્યારે કોઈ કામ કે જવાબદારી મળવા પર ના પાડતાં શીખો. જેથી આપણે બર્નઆઉટનો શિકાર ઓછા થઈ શકીએ. જો તમે દરેક સમયે કામ કરતા રહો છો છતાં પણ દરેક કામમાં પાછળ રહી જાઓ છો? તો તમે 80/20 પેરેટો સિદ્ધાંતને અપનાવીને તેના પર કાબૂ મેળવી શકો છો. આપણે એ જોવું જોઈએ કે કયું 20% કામ આવું છે જે આપણા જીવનનું 80% પરિણામ આપે છે. ભારતમાં અમેરિકા-ઈંગ્લેન્ડ કરતાં વધુ કર્મચારી બર્નઆઉટનો શિકાર
મેક્કિન્જે એન્ડ કંપનીના સરવે અનુસાર ભારતમાં કર્મચારીઓના બર્નઆઉટની સમસ્યા અમેરિકા અને ઈંગ્લેન્ડ કરતાં પણ વધુ છે. દેશમાં 62% કર્મચારી આ સમસ્યાથી પીડિત છે. રિપોર્ટ અનુસાર દુનિયામાં આ સરેરાશ 20% છે. દેશમાં નીચલા સ્તરના કર્મચારીઓમાં બર્નઆઉટ દર વધુ છે. તેનું સૌથી મોટું કારણ કર્મચારીની અછતના કારણે કામનો વધારો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.