ધી રાજસ્થાની નાગરિક સહકારી શરાફી મંડળીની સભા  યોજાઈ - At This Time

ધી રાજસ્થાની નાગરિક સહકારી શરાફી મંડળીની સભા  યોજાઈ


ખેડબહમા ના  તેરાપંથ ભવન ખાતે મંડળીના ચેરમેન પ્રજાપતિ ગુદડજી મોહનજીના અધ્યક્ષ સ્થાને ધી રાજસ્થાની નાગરિક સહકારી શરાફી મંડળી લી.ની જનરલ સભા યોજવામા આવી  હતી, સંસ્થા ના ૨૯ વર્ષ પૂરા થતા સંસ્થાના મેનેજર યોગેશભાઈ સુથાર દ્વારા હિસાબો રજૂ કરવામા આવ્યા હતા અને સંસ્થાના પ્રગતિ અંગેના અહેવાલો પણ રજૂ  કરાયા હતા તો રજૂ કરાયેલા હિસાબો ને જનરલ સભાએ બહાલી આપી હતી. અંતમાં સંસ્થાના એમડી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્થાના પૂર્વ ચેરમેન દ્વારા મંડળીને બેંક તરફ લઈ જવા અને બેંક બનાવવા માટે સભાસદ મિત્રો તેમજ ચૂંટાયેલા સદસ્યો કામગીરી કરે તેવું સૂચન અપાયું હતું. વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે આંતરિક ઓડિટર તરીકે વૈષ્ણવ રમેશભાઈ.બીની નિમણૂંક કરાઈ હતી.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.