*નેત્રંગ ટાઉનની પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે બાળકોને સ્નેહભેર શાળાપ્રવેશ કરાવતા જોઇન્ટ સેક્રેટરી સીવિલ ડિફેન્સ યુ.એ.પટેલ* - At This Time

*નેત્રંગ ટાઉનની પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે બાળકોને સ્નેહભેર શાળાપ્રવેશ કરાવતા જોઇન્ટ સેક્રેટરી સીવિલ ડિફેન્સ યુ.એ.પટેલ*


*ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની...’’ - શાળા પ્રવેશોત્સવની – ૨૦૨૪*

*નેત્રંગ ટાઉનની પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે બાળકોને સ્નેહભેર શાળાપ્રવેશ કરાવતા જોઇન્ટ સેક્રેટરી સીવિલ ડિફેન્સ યુ.એ.પટેલ*

નેત્રંગ સહિત સમગ્ર રાજ્યમાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થયો ત્યારે જોઇન્ટ સેક્રેટરી સીવિલ ડિફેન્સ યુ.એ.પટેલે ભૂંલકાઓને અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
જોઇન્ટ સેક્રેટરી સીવિલ ડિફેન્સ યુ.એ.પટેલ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ મહાનુભાવોએ ભૂલકાઓને સ્નેહભેર આવકાર આપીને શૈક્ષણિક કીટની ભેટ સાથે સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો.

સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪ અંતર્ગત રાજ્યમાં ૧૦૦% નામાંકનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ધોરણ-૦૧ અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકો તેમજ ધોરણ-૦૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ એક સાથે જ પ્રવેશ મેળવે તેવા ઉમદા અભિગમથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ -૨૦૨૪નો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નેત્રંગ તાલુકામાં પણ ૨૭ જૂનના રોજ શાળાપ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે ગાંધીનગર થી આવેલ જોઇન્ટ સેક્રેટરી સીવિલ ડિફેન્સ યુ.એ.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે બાળકોને શાળાપ્રવેશ કરાવાયો હતો.

‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની..’’ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫નો જિલ્લાભરમાં શુભારંભ થયો છે ત્યારે નેત્રંગ ટાઉનની પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે જોઇન્ટ સેક્રેટરી સીવિલ ડિફેન્સ યુ.એ.પટેલ અને ગ્રામ અગ્રણીઓએ શૈક્ષણિક કીટ આપીને બાલવાટિકા, આંગવાડીમાં બાળકોને સ્નેહભેર શાળામાં આવકાર્યા હતા.

કાર્યક્રમમાં નેત્રંગ ટાઉનના અગ્રણીઓ, એસએમસીના સભ્યો, પ્રાથમિક કન્યા શાળા આચાર્ય પિયુષભાઈ પટેલ, કુમાર શાળાના આચાર્ય અનીતાબેન વસાવા તેમજ શિક્ષકગણ અને ક્સમોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.