રાજકોટ શહેર ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. - At This Time

રાજકોટ શહેર ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.


રાજકોટ શહેર ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૭/૬/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર DCB પોલીસ સ્ટેશન PI દ્વારા નાસતા-ફરતા લાલ શાહીથી ખેંચેલા તથા પેરોલ-જમ્પ કરી ફરાર થયેલા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય, ક્રાઈમ બ્રાંચના એમ.જે.હુણ સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન અમીત અગ્રાવત, વાલજીભાઇ જાડા, પ્રદિપસિંહ જાડેજા નાઓને મળેલ હકીકત આધારે રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨(યુનિ) પો.સ્ટે IPC કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુન્હામાં કામે નાસતા-ફરતા આરોપીને માધાપર ચોકડી પાસેથી હસ્તગત કરી ગાંધીગ્રામ-૨(યુનિ) પો.સ્ટે.નાઓને સોંપી આપવામાં આવેલ છે. મહેન્દ્રભાઇ કુવરસિંહ મેહડા ઉ.૨૬ રહે.શુક્રવારી બઝાર ઝુપડામાં જામનગર મુળ ગામ ભુતીયા તા.ડાંડા કુક્ષી જી.ધાર (એમ.પી.) ઘરની દીવાલ કુદી બાલ્કનીનું શટર ખોલી રૂમમા પ્રવેશ કરી મેઈન રૂમનું તાળુ તોડી ઘરમા અંદર પ્રવેશ કરી કબાટના તાળા તોડી કબાટની અંદર રાખેલ સોનાના દાગીના કુલ.૩૧ તોલા જેમા એક તોલા સોનાની કી.રૂ.૪૦,૦૦૦ ગણી કુલ કિ.રૂ.૧૨,૪૦,૦૦૦ તથા રોકડ રકમ આશરે ૮૫,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૩,૨૫,૦૦૦ ની ચોરી કરી લઇ ગયેલ હોય.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.