વિરપુરની રાજેણા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો... - At This Time

વિરપુરની રાજેણા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો…


જિલ્લા પુરવઠા અધિકારી ના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ યોજાયો....

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને અભ્યાસનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે.
ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની પ્રાથમિક શાળાઓ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઠેર ઠેર જગ્યાઓ પર યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત બાલવાટિકા ના ૧૪ બાળકો તેમજ ધોરણ - ૧ ના ૧ બાળકને પ્રવેશ આપવામાં આવ્યો.આ તકે રમેશભાઈ દ્વારા તિથિભોજન આપવામાં આવ્યું,શૈલેષભાઈ દ્વારા ક્ષેક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું,કાર્યક્રમના અંતે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ શાળા પ્રવેશોત્સવમાં શાળાના આચાર્ય સહિત શિક્ષણધણ તેમજ સરપંચ એસ એમ સી સમિતિના સભ્યો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમના અંતે મહિસાગર જ્ઞાન ગંગા પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું હતું..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.