વિસાવદર ખાતે એન સી પરમાર ગર્લસ્કૂલ મા શાળાપ્રવેશઉત્સવ નું આયોજન થયું - At This Time

વિસાવદર ખાતે એન સી પરમાર ગર્લસ્કૂલ મા શાળાપ્રવેશઉત્સવ નું આયોજન થયું


વિસાવદર ખાતે શાળા પ્રવેશત્સવનું થયું આયોજન. વિસાવદર આજે 26/6/24 ના રોજ એન. સી. પરમાર ગર્લ્સ સ્કૂલમાં આંગણવાડી. બાળવાટિકા તેમજ પ્રાથમિક શાળાના ધોરણ 1 ના બારકોનો પ્રવેશત્સવનું ભવ્ય આયોજન થયું. હતું. પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો, અધિકારીશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હનુમાનપરા પ્રા. શા. ના બાળકો દ્વવારા અભિનય ગીત સાથે વિવિધ વિષય ઉપર સ્પીચ પણ રજૂ કરી હતી. હનુમાનપરા પ્રા શા. ના બાળકો તેમજ આંગણવાડી કેન્દ્રના પ્રવેશ પાત્ર બાળકોને સ્કૂલ બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મામલતદાર કચેરીના કર્મચારીઓ. તાલુકા શિક્ષણ અધિકારી લાઈઝન અધિકારી, આંગણવાડી સુપરવાઈઝર, શાળાના શિક્ષક સ્ટાફ, શાળાના ટ્રસ્ટીશ્રી તથા વાલીઓ વિદ્યાર્થીઓ બહોળી સઁખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પધારેલા મહેમાનશ્રીઓએ તેમના પ્રવચનમાં આવનાર પેઢી શિક્ષણ તરફ આગળ વધે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. સાથે વિવિધ સ્પર્ધાઓમ સિદ્ધિમેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આમ, સફળતા પૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
રિપોર્ટર ભનુભાઇ સાસિયા વિસાવદર at this time


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.