અરજદાર ને કાઉન્સેલિંગ ના માધ્યમ થી તેમના જરૂરી ડોકયુમેન્ટસ અપાવતું બોટાદ નું મહિલા સહાયતા કેન્દ્ર!!! - At This Time

અરજદાર ને કાઉન્સેલિંગ ના માધ્યમ થી તેમના જરૂરી ડોકયુમેન્ટસ અપાવતું બોટાદ નું મહિલા સહાયતા કેન્દ્ર!!!


(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
ઉપરોક્ત કેસ ની વિગત એવી છે કે બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી અને બોટાદ જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ કાર્યરત પીબીએસસી સેન્ટર કે જે બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત છે.. જ્યાં જિલ્લા ની તેમજ આજુ બાજુ ના ગામડા ની મહિલાઓ ની ઘરેલુહિંસા જેવી તકલીફો નું નિરાકરણ કાઉન્સેલિંગ દ્વારા કરવા મા આવે છે, ત્યાં સેન્ટર પર અરજદારે અરજી આપેલ કે તેમના છુટ્ટાછેડા 1 વર્ષ પેહલા થઈ ગયેલ છે પરંતુ અને હાલ મા તેમના બીજા લગ્ન પણ તેમની સહમતી થી કરી દીધેલ છે.. તેમના છુટ્ટાછેડા બાદ તેમના આગળ ના સાસરી પક્ષ તરફ થી તેમના જરૂરી ડોકયુમેન્ટ્સ જેવા કે ચૂંટણી કાર્ડ રાસનકાડઁ મા નામ કમી નો દાખલો આધાર કાર્ડ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજ અવારનવાર કેહવા છતાંય આપતાં નથી. અરજી લઈ સેન્ટર ની પ્રક્રિયા થી તેઓ વાકેફ હોય અને સમાચાર પત્રો મા કામગીરી જોયેલ હોય અરજી ના અનુસંધાને સામેવાળા પક્ષ ને સેન્ટર પર બોલાવી કાયદાકીય માર્ગદર્શન સાથે તેમના ડોક્યુમેન્ટસ આપવા સમજાવેલ મિટિંગ દરમિયાન જાણ્યું કે સામસાટા પદ્ધતિ થી લગ્ન કરેલ હોય બન્ને ડોક્યુમેન્ટ આપવા ના બાકી છે જેથી ચારેક જેટલી ગ્રુપ મિટિંગ બાદ રાજી ખુશી થી એકબીજા ના જરૂરી દસ્તાવેજ સોંપેલ છે. અરજદાર તેમજ સામે વાળા પક્ષ તરફ થી એક વર્ષ થી પડતર પડેલા પ્રશ્ન નું નિરાકરણ ખુબજ ઝડપ થી અને સરળતા થી થઈ જતા કાઉન્સેલર રીના બેન વ્યાસ અને રિંકલ બેન મકવાણા નો આભાર વ્યક્ત કરેલ છે!!!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.