ગાણોલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ગાણોલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
તા. ૨૭-૦૬-૨૦૨૪ ને ગુરુવારના રોજ ગાણોલ પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશપાત્ર બાળકો માટેનો પ્રવેશોત્સવ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમદાવાદ શ્રી વિદેહ ખરે આઇ.એ.એસ ની ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં ધોળકા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી બીપીનભાઈ પરમાર, તાલુકા ઉપપ્રમુખના પ્રતિનિધિ શ્રી વનરાજસિંહ ચાવડા, સી.આર.સી મુસ્તુફા હાથી, ગામના સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી શ્રી, અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ મહાનુભાવોનો સ્વાગત પુસ્તક તથા ખાદીના રૂમાલથી કરવામાં આવ્યું આંગણવાડીમાં 23, બાલ વાટિકામાં 18 અને ધોરણ-1 માં 26 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ પર્યાવરણ બચાવો, યોગ શિક્ષણનું મહત્વ, કન્યા કેળવણીનું મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી વિદેહ ખરે આઇ.એ.એસ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમદાવાદ દ્વારા શિક્ષણનું મહત્વ અને પોતાના શિક્ષણ તથા આઈ.એ.એસ બનવાના સંઘર્ષની વાત પરથી વિદ્યાર્થીઓ અને ગામ લોકોને ઉચ્ચ શિક્ષણ મેળવવાની પ્રેરણા આપી. આ પ્રસંગે ડીડીઓ શ્રી એ શાળાના સ્ટાફ, એસ.એમ.સી કમિટી તથા ગ્રામજનો સાથે સંવાદ કર્યો. સૌએ ગાણોલ ગામના શિક્ષણની પ્રશંસા કરી ધન્યવાદ આપ્યા. કાર્યક્રમના અંતે તમામ અધિકારીઓ દ્વારા શૈક્ષણિક પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી તથા સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર લેબની પણ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. કાર્યક્રમના અંતે શાળાના મેદાનમાં મહાનુભાવોના હસ્તે સરગવાના છોડનું વાવેતર કરવામાં આવ્યું અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી, સમગ્ર શિક્ષક સ્ટાફ, એસ.એમ.સીના સભ્યો તથા ગ્રામ લોકોએ ભારે જહમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.