કડાણા ડેમ: ચોમાસું આવી ગયું છતાં રીપેરીંગની કામગીરી, 23 કરોડના ખર્ચે તંત્ર બનાવી રહી છે દિવાલ - At This Time

કડાણા ડેમ: ચોમાસું આવી ગયું છતાં રીપેરીંગની કામગીરી, 23 કરોડના ખર્ચે તંત્ર બનાવી રહી છે દિવાલ


રાજ્યભરમાં ચોમાસાનું વિધિવત આગમન થવા જઇ રહ્યું છે. વિવિધ સ્થળો પર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં આગ લાગે તારે કૂવો ખોદવા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. કડાણા ડેમના દરવાજાના પાસે જ્યાં ધોધ પડી રહ્યો છે, ત્યાં રીપેરીંગની કામગીરી થઈ રહી છે.
વરસાદમાં ડેમમાં રીપેરીંગની કામગીરી ચોમાસું આવી ગયું છતાં રીપેરીંગની કામગીરી ચાલી રહી છે.125 મીટર ઉંચેથી નદીમાં પડતા ધોધની જગ્યાવાળા નદીના ભાગમાં કોંક્રેટીંગની કામગીરી કરાઇ રહી છે.20 કરોડથી વધુના ખર્ચે આ જગ્યાએ રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ
વર્ષ 2020માં પણ લગભગ 20 કરોડથી વધુના ખર્ચે આ જગ્યાએ રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ હતી.આ વર્ષે પણ આ જ જગ્યાએ ડેમનો મુખ્ય ભાગ હોવાના કારણે ફરીથી 23 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.કરોડો ખર્ચવા છતા પણ પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે તે મોટો સવાલ છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.