જસદણમાં પાલિકાના કોન્ટ્રાક્ટરે રોડના પીસીસી કામમાં આચરેલો ભ્રષ્ટાચાર ઢાંકવા રાતોરાત સિમેન્ટ રોડ બનાવી નાખ્યો શું તંત્રની મીલી ભગત હશે કે કેમ કે પછી તંત્ર ડરે છે લાખમણના સવાલ લોક મૂખૅ ઊઠ્યા છૅ! - At This Time

જસદણમાં પાલિકાના કોન્ટ્રાક્ટરે રોડના પીસીસી કામમાં આચરેલો ભ્રષ્ટાચાર ઢાંકવા રાતોરાત સિમેન્ટ રોડ બનાવી નાખ્યો શું તંત્રની મીલી ભગત હશે કે કેમ કે પછી તંત્ર ડરે છે લાખમણના સવાલ લોક મૂખૅ ઊઠ્યા છૅ!


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
પાલિકામાં વહીવટદારનું શાસન હોય કોઈ ધણી ધોરી ન હોવાથી ભ્રષ્ટાચારૅ માજા મૂકીછૅ અંધેર વહીવટ દલા તરવાડી જેવો ઘાટ કામ પર કોઈ અધિકારી જોવા પણ ફરકતા નથી કોન્ટ્રાક્ટરને મોકળુ મેદાન

જસદણ શહેરના ઘણા વિસ્તારો એવા છે કે જેમાં વર્ષોથી રસ્તાઓ ઉબડખાબડ હાલતમાં ફેરવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. છતાં જસદણ પાલિકા દ્વારા તેનું નવીનીકરણ કે સમારકામ કરવાના બદલે શહેરના નવા બસ સ્ટેશન સુધી હજી ચાલી શકે તેવા ટકાઉ આરસીસી રોડને તોડી નવો સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાતા નગરજનોમાં પાલિકા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે અધૂરામાં પૂરું આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા નીતિનિયમોને નેવે મૂકી રોડની સાઈડનું લેવલીંગ કર્યા વગર અને હલકી ગુણવત્તાવાળું પીસીસી કામ કરી પોતાની મનમાની ચલાવાઈ હતી. છતાં જસદણ પાલિકાના જવાબદરો ત્યાં ફરકતા પણ નથી શું જવાબદરોની મિલી ભગત છે કે પછી નૈવેધ જારવામા આવ્યા હશે કે પછી અગાવજ કુંલડીમાં ગોળ ભાંગી લીધો હશે જેવા લાખમણના સવાલો લોક મૂકે ઊઠવા પામ્યા છે જવાબદારો દ્વારા રોડના ચાલી રહેલા નબળા કામને અટકાવી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાના બદલે કોન્ટ્રાક્ટરને મોકળું મેદાન આપી દેતા પાલિકા તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. કારણ કે જસદણ પાલિકાના જવાબદારોએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાના બદલે આ રોડના કોન્ટ્રાક્ટરે આચરેલો ભ્રષ્ટાચાર ઢાંકવા માટે સમય આપી કોન્ટ્રાક્ટરે રાતોરાત પીસીસી પર સિમેન્ટ રોડ પાથરી દેતા ભ્રષ્ટાચારની શંકા વધુ ઘેરી બની છે. એકબાજુ સારી હાલતમાં હોય તેવા આરસીસી રોડને તોડીને સીસી રોડ ક્યાં કારણોસર નવેસરથી બનાવવામાં આવી રહ્યો છે તેનો નગરજનોને હજી સુધી જવાબ પણ નથી મળ્યો. ત્યાં નવા બની રહેલા સીસી રોડમાં કોન્ટ્રાક્ટરે પોતાના ઘરની ધોરાજી ચલાવી રાતોરાત સિમેન્ટ રોડ પાથરી દેતા જસદણ પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેથી પાલિકાના પ્રાદેશિક નિયામક દ્વારા આ ભ્રષ્ટાચાર બાબતે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જસદણના જાગૃત નગરજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

પ્રાદેશિક નિયામક દ્વારા તાજતેરમાં બનેલા તમામ રોડ-રસ્તાની ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી.

જસદણ પાલિકા દ્વારા ચોમાસામાં ચાલી શકે તેવા ટકાઉ આરસીસી રોડને તોડી નવો સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના લીધે નગરજનોમાં પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેથી પાલિકાના પ્રાદેશિક નિયામક દ્વારા જસદણ શહેરમાં તાજેતરમાં બનેલા તમામ નવા રોડ-રસ્તાનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે અને તમામ રોડ-રસ્તાની ચકાસણી કરવામાં આવે તેવી નગરજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.