શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-દ્વિતીય દિવસ.
૨૧મો ‘શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત બીજા દિવસે ભિલોડા તાલુકાના હિંમતપુર પ્રાથમિક શાળા ખાતે શ્રી ખુરશીદ એહમદ ADGP ના અધ્યક્ષસ્થાને યોજાયો.
શિક્ષણથી સક્ષમ બનો અને જીવનના દરેક પડકારોનો સામનો કરવા માટે સારુ અને સંપૂર્ણ શિક્ષણ ખૂબજ જરૂરી: શ્રી ખુરશીદ એહમદ ADGP.
ભિલોડા તાલુકાના હિંમતપુર ગામે’શાળા પ્રવેશોત્સવ ઉજવણી..ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે યોજાયો
નાના ભુલકાઓને બાલ વાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાયો.
અરવલ્લી જિલ્લામાં ૨૧મો ‘શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ના બીજા દિવસે ભિલોડા તાલુકાના હિંમતપુર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવણી….ઉલ્લાસમય શિક્ષણની ….થીમ સાથે ભુલકાઓને બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.શ્રી ખુરશીદ એહમદ ADGP એ શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવમાં સહભાગી થતા જણાવ્યું હતું કે,બાળકોને શાળામાં ભણવા માટે મહત્વનું પ્રોત્સાહન પોતાના માતા અને પિતાથી મળે છે અને તેમના દ્વારા નાના બાળકો નવી દિશા નક્કી કરે છે.ત્યારબાદ શાળાના શિક્ષકોની જવાબદારી શરૂ થાય છે જીવનના પાઠ અને કોઈપણ પડકારો સામે કેવી રીતે ટકવું અને તેમાંથી કેવી રીતે સફળતા મેળવવી તેની ચાવી શિક્ષકો પાસે હોય છે જે જ્ઞાનથી બાળકોને આપે છે.આશા બહેનો અને આંગણવાડીબેહનો દ્વારા પણ બખૂબી પોતાની જવાબદારી નિભાવીને સુરક્ષિત ગામ બનાવવા તરફ સફળ પ્રયાસો કરવા જોઈએ.
શ્રી ખુરશીદ એહમદ ADGP ના સૂચનથી અરવલ્લી માહિતી વિભાગ દ્વારા પણ સરકારશ્રીની અનેક યોજનાકીય માહિતીથી મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.ગુજરાત રાજ્ય સરકારશ્રીની દીકરીઓ અને મહિલાઓ માટે ચાલતી યોજનાઓની જાણકારી આપીને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના,વહાલી દીકરી યોજના,વિદ્યા સાધના યોજના,તેમજ મહિલાઓ માટેની યોજનાકીય વિગતે માહિતી આપવામાં આવી હતી.
તે સાથે આંગણવાડી, બાલવાટિકાનાં ભુલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ, ગણવેશ દફતર ભેટ આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીશ્રીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શાળાના આચાર્યશ્રી-શિક્ષકગણ, ગ્રામજનો સહિત શાળાના ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.