કન્યા જળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત રાજુલા પે સેન્ટર શાળા નંબર બે માં પ્રવેશોત્સવ ઉજવાયો
કન્યા જળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત રાજુલા પે સેન્ટર શાળા નંબર બે માં પ્રવેશોત્સવ ઉજવાયો
સૌ ભણે ગણી અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે એવા ઉમદા આશીર્વાદ સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ષ 2003 થી રાજ્યમાં શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો ત્યારે અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2024 માં શુભારંભ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રાજુલા શહેરની પે સેન્ટર શાળા નંબર 2 માં પણ ભવ્યથી ભવ્ય રીતે પ્રવેશ ઉત્સવ ઉજવાયો આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આમંત્રિતો તમામ મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલું જેમાં આમંત્રિતો મહેમાનોમાં ડી એ ઢાકેચા નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા તેમજ મનીષભાઈ વાઘેલા કેળવણી નિરીક્ષક રાજુલા તેમજ એસ.એમ સી કમિટીના અધ્યક્ષ મહંમદ ભાઈ ગોરી સહિત તમામ હોદ્દેદારો હાજર રહેલા અને તમામ આમંત્રિત મહેમાનોના હસ્તે આંગણવાડીના બાળકો બાલવાટીકા ના બાળકો તેમજ ધોરણ એક ના વિદ્યાર્થીઓ સહિત કુલ 50 બાળકોને આ શાળામાં પ્રવેશોત્સવમાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે આ પ્રસંગે આવેલા આમંત્રિત મહેમાન એ આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ તેમજ આચાર્ય ને અભિનદન પાઠવેલ તેમજ શાળાના પટાંગણમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલું અને કાર્યક્રમના અંતમાં આ શાળામાં ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં શાળાના તમામ બાળકોને ઘનશ્યામભાઈ ચૌહાણ રાજુલા સંઘવી હાઈસ્કૂલના શિક્ષક તરફથી ભોજન નું કાર્યક્રમ રાખવામાં આવેલો અને આ ભોજનમાં તમામ બાળકોને મંચુરિયન પીરસવામાં આવેલ સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય હરેશભાઈ ગોર ના માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કરવામાં આવેલું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.