પ્રાંતિજ બાર એસોસિયેશને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું - At This Time

પ્રાંતિજ બાર એસોસિયેશને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું


પ્રાંતિજના બાર એસોસિએશને વકીલ એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રાંતિજ-તલોદના પ્રાંત અધિકારી એ.જે. પટેલને આવેદનપત્ર પાઠવામા આવ્યુ હતુ. કેટલાક સમયથી વકીલાત વ્યવસાયકારો પર હુમલો અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. વકીલોને કામગીરી દરમિયાન કોઇ પણ પ્રકારની હિંસા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષા પુરી પાડે, વકીલના પરિવાર પર હુમલો કરનાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામા આવે સહિતની વિવિધ માંગ કરી હતી. આ પ્રસંગે પ્રાંતિજ બાર એસોસિએશન પ્રમુખ વિનુભાઇ પટેલ, ઉપપ્રમુખ સુરેન્દ્ર ડી.પંડ્યા, રશ્મિભાઇ પટેલ, કમલેશભાઇ સોની, ઝંખનાબેન રાવલ, મહેન્દ્રભાઇ પંડયા, એન.એચ.પંચાલ, સુધીરભાઇ એમ.પટેલ, લાલસિંહ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.