ઉજવણી… ઉલ્લાસમય શિક્ષણની: કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 પ્રાંતિજ-૧ પ્રાથમિક શાળા માં શ્રી જેનુ દેવન (આઈએએસ)ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની: કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024
*પ્રાંતિજ-૧ પ્રાથમિક શાળા માં શ્રી જેનુ દેવન (આઈએએસ)ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો*
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાની પ્રાંતિજ-૧ પ્રાથમિક શાળામાં શ્રી જેનુ દેવન (આઈએએસ) સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી એન્ડ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશનને ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ભૂલકાઓને શાળામાં પ્રેમપૂર્વક આવકાર્ય.
આઈએએસશ્રી જેનુ દેવને પ્રાંતિજ-૧, પોગલું પ્રાથમિક શાળા અને પોગલુ હાઇસ્કુલ ખાતે ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન કરાવ્યું હતું. જેમાં આંગણવાડીમાં ૨૯ બાલવાટિકા ૫૦ અને ધોરણ એકમાં ૭ તેમજ ધોરણ નવમાં ૨૭ બાળકો અને ધોરણ ૧૧ માં ૩૨ વિધાર્થીઓનું નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે આઈએએસશ્રી જેનુ દેવને જણાવ્યું હતું કે, શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલવાની અમૂલ્ય ચાવી છે જેના થકી આકાશમાં ઊંચી ઉડાન પણ ભરી શકે છે. શિક્ષણ એ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે.શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળાઓમાં બાળકોનું સો ટકા નામાંકન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે વાલીઓ જાગૃત બની બાળકોના શિક્ષણ માટે પ્રયત્નશીલ બની.
જિલ્લા કલેક્ટરશ્રી નેમેષ દવે આ પ્રસંગે જણાવ્યું હતું કે કન્યા કેળવણી માટે નમો લક્ષ્મી યોજનામાં લાભ લેવા જણાવ્યું, જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં બાળકો વધુ પ્રમાણમાં એડમિશન લે તે માટે નમો સરસ્વતી યોજના અંગે જણાવ્યું હતું અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહમાં ભણે તે માટે જણાવ્યું.
કાર્યક્રમ દરમિયાન શાળા પરિવારના તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમની સાથે શાળાના ધોરણ આઠ ના વિદ્યાર્થીઓની વાંચન ગણન કૌશલ્ય ચકાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. તેમજ શાળામાં નવીન કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કર્યું હતું.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો, વાણિજ્ય વેરા અધિકારીશ્રી, શિક્ષકમિત્રો, નગરજનો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.