ગઢડા તાલુકાની સુરકા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ.
ગઢડા તાલુકાની સુરકા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને અધિકારીઓના વરદ હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગઢડા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી પ્રેરકભાઈ પટેલ સાહેબ , સી.આર.સી કો.ઓર્ડીનેટર ઉગામેડી હરેશભાઈ અબીયાણી, બી. આર. સી ભવન ગઢડા સ્વાતિબેન પંડ્યા ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ આપ્યો હતો. શાળાનાં આચાર્ય ભીખાભાઈ સોલંકી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ 1 નાં બાળકોને પ્રવેશ ઉપરાંત ધોરણ 3 થી 8 માં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ પરીક્ષાઓ અને પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓનું સન્માન અને દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હરજીભાઈ વાનાણી અને રમેશભાઈ ડેરવાળીયા તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.આજના દિવસે હસમુખભાઈ અણઘણ તરફથી તમામ બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું. ગઢડા નગરપાલિકા ચીફ ઓફિસર પ્રેરકભાઈ પટેલ સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે " શિક્ષણનું મૂલ્ય અમૂલ્ય છે,શિક્ષણ એ સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે તે માટે આપણે સાથે મળી સહિયારી જવાબદારી નિભાવવી પડશે." સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ ડેરવાળીયા સાક્ષી અને સોલંકી અંગના દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની આભારવિધિ મનસુખભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે ગઢડા નગરપાલિકા ચીફ ઓફિસર પ્રેરકભાઈ પટેલ સાહેબ દ્વારા કમ્પ્યુટર લેબ,જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને સરકાર દ્વારા આપવામાં આવેલ સાહિત્ય નિહાળ્યું હતું,અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનોએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને સફળ બનાવવા માટે રાજેશભાઈ વેલાણી,ઉમેશભાઈ પટેલ,કપિલભાઈ સતાણી,જયેશભાઈ પટેલ તેમજ સુરકાના ગ્રામજનો, એસ.એમ.સીના સભ્યો અને શાળાના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.