હિંમતનગરના કડોલી ખાતે બાળકોને વિદ્યારંભ કરાવતા શ્રી આર.બી બ્રહ્મભટ્ટ (IPS)
( રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ )
*હિંમતનગરના કડોલી ખાતે બાળકોને વિદ્યારંભ કરાવતા શ્રી આર.બી બ્રહ્મભટ્ટ (IPS)*
*********
સાબરકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે એડિશનલ ડાયરેક્ટર,જનરલ ઓફ પોલીસ,સીઆરડી (ઇન્ટે) ગુજરાત સ્ટેટ શ્રી આર.બી બ્રહ્મભટ્ટ (IPS)ની ઉપસ્થિતિમાં હિંમતનગર તાલુકાની શ્રી પી.એન.મહેતા હાઇસ્કુલ કડોલી ખાતે ઉજવણી..ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે ભુલકાઓને બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રી આર.બી બ્રહ્મભટ્ટ (IPS)એ બાળકોને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવીને પોતાના શિક્ષણકાળ વખતના અનુભવોને વાગોળ્યા હતા. પ્રવેશપાત્ર શાળાના અને આંગણવાડીના બાળકોને સ્કૂલ કીટ આપી અભિનંદન પાઠવ્યા હતા.સાથે જ મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
શ્રી આર.બી બ્રહ્મભટ્ટ (IPS)એ કડોલી-૧, કડોલી-૨ અને શ્રી પી.એન.મહેતા હાઇસ્કુલ કડોલી ખાતે બાલવાટીકામાં ૩૦, ધોરણ-૧ માં ૬૦ અને ધોરણ-૯માં ૬૦ વિધ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે પેથાપુર અને રંગપુર ખાતે પણ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી,તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ડીવાયએસપીશ્રી રીવાબા ઝાલા,અગ્રણીશ્રી વિજયભાઇ પંડ્યા, શાળાના આચાર્યશ્રી, ટ્રષ્ટીગણ,શિક્ષકમિત્રો, ગ્રામજનો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.