રાજકોટમાં અધિકારીઓના કલાસ લેવાય તેવી શક્યતા, ચીફ ફાયર ઓફિસર માટે સરકારને પત્ર લખાયો
રાજકોટમાં બે દિવસ પહેલા પડેલા સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. હજુ ભારે વરસાદ થયો નથી ત્યાં પ્રિ-મોન્સુન પ્લાન અને ભૂતકાળના રેડ, યલો અને ગ્રીન ઝોનના વિભાજન સહિતની પોલ ખુલી ગઈ છે. જેને લઈને મ્યુનિ. કમિશનરે પ્રિ-મોન્સૂન કામગીરી મુદ્દે અધિકારીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં તેઓ અધિકારીઓનો ક્લાસ લે તેવી શક્યતા છે. હાલ તાત્કાલિક પાણીના નિકાલ કરવાનો પ્લાન તૈયાર કરી લાંબા ગાળાનું આયોજન વિચારી રાખવા અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે રાજકોટમાં ચીફ ફાયર ઓફિસરની નિમણુંક કરવા માટે સરકારને પત્ર લખવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.