સવારેગાઢ વાદળો છવાયા બાદ રાત સુધી મેઘો વરસશે
ચોમાસું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચી ગયું, વરસાદને કારણે તાપમાન 35 ડિગ્રી સુધી જ રહેશે
દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યા બાદ રાજકોટ તરફ મંડાતા મેઘરાજા, બુધવારે 19 મીમી વરસાદ પડ્યો
રાજકોટ શહેરમાં એક સપ્તાહથી મેઘાવી માહોલ સર્જાયો છે. રવિવારે અને સોમવારે વરસાદ વરસ્યા બાદ મંગળવારે માત્ર વાદળો છવાયા હતા જેથી બફારો અનુભવાયો હતો. બુધવારે બપોર સુધી ધૂપછાંવનો માહોલ રહ્યા બાદ બપોર બાદ ઝાપટાં પડ્યા હતા અને દિવસ દરમિયાન 19 મીમી વરસાદ નોંધાયો હતો આ કારણે સાંજના સમયે ટાઢક પ્રસરી હતી. જોકે હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવાર માટે ભારે વરસાદની આગાહી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.