રીલ બનાવતી યુવતીને મોત દેખાયું, VIDEO:ડાન્સ શૂટ કરવા વરસાદમાં ટેરેસ પર ગઈ, અચાનક વીજળી ત્રાટકતા જીવ બચાવીને ભાગી - At This Time

રીલ બનાવતી યુવતીને મોત દેખાયું, VIDEO:ડાન્સ શૂટ કરવા વરસાદમાં ટેરેસ પર ગઈ, અચાનક વીજળી ત્રાટકતા જીવ બચાવીને ભાગી


આજકાલ યુવાધનમાં રીલ્સની ઘેલછા એટલી બધી વધી ગઈ છે કે ખૂદના જીવની પણ પરવા કરતા નથી. થોડાક ફોલોવર્સ, વ્યૂવર અને લાઈક્સ માટે ન જાણે કઈ હદ સુધી જતા હોય છે, જોકે આખરે છેલ્લે કંઈક એવી ઘટના બને જેમાંથી સૌ કોઈએ સીખ લેવાની હોય છે, પરંતુ આ સદીના યુવક-યુવતીઓ સીખ લેવાની જગ્યાએ એવી જ રીલ્સ બનાવવાનો ટ્રાય કરતા હોય છે અને આખરે કોઈ મોટી ઘટનાનો ભોગ બનતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના બિહારના સીતામઢીમાં બનવા પામી છે. બિહારના સીતામઢીમાં વીજળી પડતાં એક બાળકી સહેજમાં બચી ગઈ હતી. હકીકતમાં બેલા પોલીસ સ્ટેશન વિસ્તારના સિરસિયા ગામમાં સાનિયા કુમારી નામની યુવતી વરસાદ દરમિયાન ટેરેસ પર રીલ બનાવવા ગઈ હતી. ત્યારે અચાનક વીજળી પડી હતી. આ ઘટના મંગળવારે બની હતી. જોકે આ સમગ્ર ઘટનાનો VIDEO હાલ વાઇરલ થઈ રહ્યો છે. સાનિયા કુમારી એક જગ્યાએ મોબાઈલ મુકીને વરસાદમાં રીલ બનાવવા ટેરેસ પર આવી હતી. રીલ બનાવવા માટે વીડિયો ચાલું કરીને તે વરસતા વરસાદમાં ડાન્સ કરવા ગઈ ત્યારે અચાનક વીજળી ત્રાટકતા યુવતી મુઠ્ઠી વાળીને દોડી હતી. આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી. 3 તસવીરોથી સમજો આખી ઘટના... મહારાષ્ટ્રમાં કાર ચલાવતી વખતે રીલ બનાવતી એક છોકરીનું ખાઈમાં પડી જવાથી મોત થયું હતું.
17 જૂને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રીલ બનાવતી વખતે 300 ફૂટ ખાઈમાં પડી જતાં એક છોકરીનું મોત થયું હતું. બાદમાં ખાડામાં પડવાની થોડી સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો હતો. શ્વેતા તેના 25 વર્ષીય મિત્ર સૂરજ સંજાઉ મુલે સાથે બપોરે 2 વાગ્યે ઔરંગાબાદથી સુલીભંજન હિલ્સ ગઈ હતી. સુલીભંજન સ્થિત દત્ત મંદિર પાસે પર્વત પર ડ્રાઇવિંગ શીખતી વખતે તે રીલ્સ બનાવતી હતી. દરમિયાન કાર રિવર્સ કરતી વખતે આ અકસ્માત થયો હતો અને શ્વેતાનું મોત થયું હતું. વીડિયોમાં જોવા મળ્યું હતું કે શ્વેતા ડ્રાઇવિંગ સીટ પર બેસીને કાર ચલાવી રહી હતી. તેનો મિત્ર સૂરજ કારની બહારથી વીડિયો શૂટ કરી રહ્યો હતો. આ દરમિયાન શ્વેતાએ કાર રિવર્સ કરવા ગઈ. તે સમયે ખાઈ અને કાર વચ્ચે માત્ર 50 મીટરનું અંતર હતું. કાર રિવર્સ કરતી વખતે શ્વેતાએ બ્રેક મારવાને બદલે એક્સીલેટર લગાવ્યું. તેનો મિત્ર જે વીડિયો શૂટ કરી રહ્યો હતો તે તેને ક્લચ દબાવવાનું કહેતો હતો. તે કારને રોકવા માટે પણ દોડ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર પાછળના ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં શ્વેતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ લેવામાં આવેલી તસ્વીરોમાં ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કાર ઝાડીઓમાં ફસાયેલી જોવા મળી હતી. યુપીમાં રીલના કારણે ટ્રેનની અડફેટે વિદ્યાર્થીનું મોત, મિત્ર સાથે વીડિયો બનાવી રહ્યો હતો 27 સપ્ટેમ્બર 2023 ના રોજ યુપીના બારાબંકીમાં એક 16 વર્ષીય વિદ્યાર્થીનું રીલ બનાવતી વખતે ટ્રેનની ટક્કરથી મૃત્યુ થયું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં લાલ શર્ટ પહેરેલો એક વિદ્યાર્થી માથા પર રૂમાલ બાંધીને રેલવે ટ્રેક પાસે ઊભો હતો. તેનો એક મિત્ર અપ લાઇન પર ઊભો રહ્યો અને તેણે વીડિયો શૂટ કરવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીએ તેના મિત્રને સ્લો મોશનમાં રીલ બનાવવા કહ્યું. ત્યારે અચાનક પાછળથી ટ્રેન આવી. ટ્રેનના એન્જીન સાથે અથડાતા વિદ્યાર્થી ટ્રેકની બાજુમાં પડી ગયો હતો. તેનો મિત્ર તેના મોબાઈલમાં તેના મોતનો વીડિયો રેકોર્ડ કરતો રહ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.