નખત્રાણાના રવાપર તથા ઘડાણી ખાતે બાળકોને સ્નેહભેર શાળાપ્રવેશ કરાવતા કલેકટરશ્રી અમિત અરોરા - At This Time

નખત્રાણાના રવાપર તથા ઘડાણી ખાતે બાળકોને સ્નેહભેર શાળાપ્રવેશ કરાવતા કલેકટરશ્રી અમિત અરોરા


ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની...’’ -શાળા પ્રવેશોત્સવની – ૨૦૨૪

00000

 

નખત્રાણાના રવાપર તથા ઘડાણી ખાતે બાળકોને

સ્નેહભેર શાળાપ્રવેશ કરાવતા કલેકટરશ્રી અમિત અરોરા

00000

એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે

 જોવાની જવાબદારી દરેક નાગરિકની છે - કલેક્ટરશ્રી અમિત અરોરા

00000

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે શૈક્ષણિક

કીટ આપીને બાળકોને પ્રવેશ કરાવાયો

00000

ભુજ, બુધવાર

 

સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ  ૨૮ જૂન સુધી શાળાપ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ નખત્રાણા તાલુકાના રવાપર તથા ઘડાણી ખાતે કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને  યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે ૬૧ બાળકોને શાળાપ્રવેશ કરાવાયો હતો.

 

  ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની..’’ ટેગલાઈન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫નો જિલ્લાભરમાં શુભારંભ થયો છે ત્યારે કલેકટરશ્રી તથા ગ્રામ અગ્રણીઓએ શૈક્ષણિક કીટ આપીને રવાપર ખાતે ૩૫ તથા ઘડાણી  ખાતે ૨૬ બાળકોને સ્નેહભેર શાળામાં આવકાર્યા હતા.

 

આ પ્રસંગે કલેકટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, બાળકોએ દેશનું ભવિષ્ય છે ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે. સરકારશ્રી દ્વારા દરેક બાળકને શિક્ષણ સાથે અન્ય તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દરેક માતા-પિતા પોતાના બાળકને શાળામાં પ્રવેશ અપાવે તેવી અપીલ અત્રેથી તેમણે કરી હતી.  આ પ્રસંગે તેને શાળાની સ્વચ્છતાને બિરદાવતા ગામમાં એક પણ કુપોષિત ન રહે તે માટે શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, તેમજ ગામ અગ્રણીઓ ખાસ જહેમત ઉઠાવે તેવી અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને આંગણવાડીએ પ્લે સ્કૂલની ભૂમિકા ભજવતી હોવાથી બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવે તે જરૂરી હોવાનું જણાવીને આંગણવાડીમાં થતી લર્નિંગ પ્રવૃત્તિઓને વધારવામાં આવે અને તેમાં ગામના વડીલો તેમજ શિક્ષિત લોકો પણ જોડાય તેવી અપીલ કરી હતી. કલેકટરશ્રીએ ખાસ કરીને  માધ્યમિક શાળા તેમજ કોલેજમાં જતી કન્યાઓનો ડ્રોપ આઉટ રેસીયો ઘટે તે બાબતે શિક્ષકો તેમજ ગામના અગ્રણીઓ  કામગીરી કરે તેવી અપીલ કરી હતી.

રવાપર પ્રાથમિક શાળા ખાતે કલેકટરશ્રીએ  વિજ્ઞાન પ્રયોગશાળાનું તથા ઘડાણી ખાતે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું હતું તેમજ આ પ્રસંગે વૃક્ષારોપણ કર્યું હતું. ઉપરાંત ઘડાણી ખાતે એસએમસીના સભ્યો, આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામ અગ્રણીઓ સાથે એક બેઠક યોજીને વિવિધ મુદ્દે માહિતી, માર્ગદર્શન તેમજ સુચના આપી હતી.

કાર્યક્રમના પ્રારંભે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને ગ્રામજનોના દિલ જીતી લીધા હતા.આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

        રવાપર ખાતે કાર્યક્રમમાં ગામ સરપંચ શ્રી પરેશભાઈ રૂપારેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન પટેલ, પ્રાંત અધિકારીશ્રી સુરજભાઈ સુથાર, નાયબ માહિતી નિયામક શ્રી મિતેશભાઈ મોડાસિયા, મામલતદાર શ્રી અરુણભાઈ શર્મા, એસએમસી પ્રમુખશ્રી જાનકીબેન લોચા, ગ્રુપઆચાર્યશ્રી શ્રવણભાઈ ભાવાણી તથા  જ્યારે ઘડાણી ખાતે ગ્રામ સરપંચશ્રી રેખાબેન રંગાણી , ઉપસરપંચશ્રી કાસમભાઈ નોતિયાર, અગ્રણીશ્રી વિનોદભાઈ ગોસ્વામી,એસએમસી પ્રમુખશ્રી ઈસ્માઈલભાઈ નોતીયાર, શાળા આચાર્યશ્રી દિપાલીબેન રામાવત, તલાટીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, એસએમસીના સભ્યો, મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.