જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૬માં સીસી રોડના ભ્રષ્ટાચાર મામલે કોંગી અગ્રણીની રજુઆત - At This Time

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૬માં સીસી રોડના ભ્રષ્ટાચાર મામલે કોંગી અગ્રણીની રજુઆત


જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૬ માં પુષ્કરધામ સોસાયટીમાં સીસી રોડ ના ભ્રષ્ટાચાર મામલે કોંગી અગ્રણી ની રજુઆત

માત્ર બે મહિના પહેલાં જ બનાવેલો સીસી રોડ તૂટી જતાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માંગ

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૬ માં પુષ્કરધામ સોસાયટીમાં માત્ર બે મહિના પહેલા જ બનાવેલો સી.સી. રોડ તૂટી જતાં અને તેમાં ગાબડાં પડી જતા ભ્રષ્ટાચાર ખૂલીને સામે આવી ગયો છે, તેવી રજૂઆત સાથે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પાર્થ પટેલ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, અને ભ્રષ્ટાચાર કરનાર સામે પગલાં ભરવા માંગ કરી છે.

પુષ્કરધામ સોસાયટીના માત્ર બે મહિના પહેલા જ બનાવેલો સીસી રોડ કે જેમાં મોટા ગાબડા પડી ગયા છે, અને વચ્ચે ખાડા પડી જવાથી પ્રથમ વરસાદે પાણી ભરાયા છે, અને કિચડ જેવી સ્થિતિ છે. જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી તે રોડ ને લગત મહાનગરપાલિકાના અધિકારી અથવા કોન્ટ્રાક્ટર દ્વારા પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે રાતોરાત સીસી રોડની વચ્ચે ડામર પાથરીને પેચ વર્ક કરી દેવાયું છે.

સી.સી.રોડના ગેરેન્ટી પીરીયડ પહેલાં જ આ રોડ તૂટી ગયો હોવાથી આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી બ્લેક લિસ્ટ કરવા અને આમાં ભ્રષ્ટા થયા હશે, તેવી ગંધ આવી રહી છે, તેમ જણાવી જે તે લગત અધિકારી સામે પણ તાત્કાલિક અસરથી પગલા ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


7874625298
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.