કમળાપુર ગામમાં આંગણવાડી પ્રવેશ અને શાળા પ્રવેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
આ પ્રવેશ ઉત્સવમાં ત્રણ વર્ષના બાળકો જેમાં 23 દીકરાઓ અને 22 દીકરીઓનો આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો પાપા પગલી માંડતા મોજ મસ્તી કરતા કંકુ પગલા પાડતા કંકુ ચોખા નો ચાંદલો કરીને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો ત્યારબાદ બાળકોને બે જોડી યુનિફોર્મ, રમતગમત ભાગ એક, ચિત્ર પોથી, કલર, પાપા પગલી, અને બેગ વિતરણ કરવામાં આવી આંગણવાડીમાં આવતા તમામ બાળકોને રમતો અને પ્રવૃત્તિઓને આધારે અનૌપચારિક શિક્ષણ, બાળકોનો શારીરિક વિકાસ, ભાષાકીય, બૌદ્ધિક અને સામાજિક વિકાસ થાય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે બાળકોને નાના મોટા જૂથમાં પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આંગણવાડીમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેવીકે રમોત્સવ, કુદરતી ભ્રમણ, બાળ દિવસની ઉજવણી, બાળમેળો વગેરે ઉજવણીઓ કરવામાં આવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.