મુળી ના ધોળીયા ગામે પીવા ના પાણી માટે ગામલોકો નો રજળપાટ
*મુળી ના ધોળીયા ગામે પીવા ના પાણી ની વિકટ પરિસ્થિતિ*
*બોર દ્વારા પાણી વિતરણ થી પુરતાપ્રમાણમા નથી મળતું પાણી*
મુળી તાલુકાનાં ગામોમાં જયારે આટલા વર્ષ બાદ પણ પીવા ના પાણી નર્મદા ના પહોંચી શકેલ નથી ત્યારે સરકાર ની નલ સે જલ યોજના નો રીતસર ફિયાસ્કો મુળી તાલુકા માં જોવા મળે છે જેમાં ધોળીયા ગામે નર્મદા ના નીર પીવા માટે પણ હજું જોજનો દૂર હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે હાલ પાણી ની વિકટ સમસ્યા ઉભી થઈ છે આ બાબતે ગામજનો હાલ ત્રાહીમામ પોકારી ઉઠયા છે જયારે આ બાબતે તલાટી મંત્રી ધોળીયા નો સંપર્ક સાધતા તેઓ એ જણાવ્યું હતું કે અમોને આજદિન સુધી નર્મદા ના નીર મળતા નથી અને ગ્રામ પંચાયત ના બોર મોટર દ્વારા ગામમાં પાણી વિતરણ કરવામાં આવે છે જયારે અનેક વર્ષ જુની પાઈપલાઈન બોર થી ગામ સુધી હોય તેમાં વૃક્ષો ના મુળીયા અથવા પાઈપલાઈન પથ્થર ના કારણે બંધ થઈ હોય માટે પાણી નો ફોસ નજીવો આવવાના કારણે પુરતા પ્રમાણમા પાણી મળતું નથી આ પ્રશ્ન કાયમ હલ કરવા માટે ધોળીયા ગામે નર્મદા નું પાણી પહોંચાડવુ અનિવાર્ય છે નર્મદા વિભાગ દ્વારા સંપ છેલ્લા દશ વર્ષ થી બનાવવામાં આવેલ છે પરંતુ પાણી આજદિન સુધી પહોંચેલ નથી ત્યારે ધોળીયા ગામજનો પાણી માટે હેરાન પરેશાન થઇ રહ્યા છે આ પાણી પ્રશ્ન દર ઉનાળા માં ઉભો થાય છે પરંતુ કોઈ આ બાબતે તંત્ર ધ્યાન આપતુ નથી તે દુઃખદ બાબત છે તાત્કાલિક ધોરણે પાઈપલાઈન સમાર કામ કરવામાં આવે અથવા નવી પાઈપલાઈન નાખવામાં આવે તો જ પાણી નો પ્રશ્ન હલ થાય તેમ છે પંચાયત દ્વારા પાણી વેરો લેવામાં આવે છે પરંતુ સામે સુવિધા નો અભાવ નજરે ચડે છે ત્યારે ધોળીયા ગામજનો પાણી ની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે
*રામકુભાઇ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.