હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા બાર એસોસીએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેનદપત્ર આપવામાં આવ્યુંહિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા બાર એસોસીએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેનદપત્ર આપવામાં આવ્યું
હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા બાર એસોસીએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેનદપત્ર આપવામાં આવ્યું
(રિપોર્ટર : ઝાકીર હુસેન મેમણ)
હિંમતનગરમાં આજે સાબરકાંઠા જિલ્લા બાર એસોસીએશન દ્વારા રાજયમાં એડવોકેટ પ્રોટેકશન એક્ટ પસાર કરવાની માગ કરીને કલેક્ટરને આવેનદપત્ર આપ્યું હતું. રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર અવારનવાર હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને રજૂઆત પણ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, એડવોકેટ આપણા કાનુની પ્રણાલીનો અભિન્ન ભાગ છે. ગુજરાતમાં 1,50,000 કરતા વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયીક કાર્યવાહીમાં પોતાની એડવોકેટ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલો ઉપર થયેલા હુમલાઓ અને અન્ય વકિલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. જે પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન દ્વારા રાજયમાં એક મજબુત વકિલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની તાત્કાલિક જરૂરીયાત છે. જેના દ્વારા વકીલો અને તેઓના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત કરી શકાય.
વકિલો સમાજના હિત માટે, સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઇને કાર્ય કરી શકે તે માટે રાજયના વકિલો અને તેઓના પરિવારોના હિત માટે એડવોકેટ પ્રોટકશન એક્ટ હાલના સમયમાં લાવવું જરૂરી છે. સાબરકાંઠા જિલ્લા બાર એસોસીએશનના પ્રતિનિધીઓ અને વકિલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટર નૈમેષ દવેને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.