ઓ ભાઈ… હાથ તો મિલાવો, VIDEO:શપથ લીધા બાદ રાહુલે ચાલતી પકડી તો સાંસદોએ શાળામાં ભણતા બાળકોની જેમ બૂમાબૂમ કરી, સંસદ સત્રના બીજા દિવસની મોમેન્ટ્સ
18મી લોકસભાનો પહેલો દિવસ 24 જૂન, 2024 સોમવારના રોજ હતો. પ્રથમ દિવસે સાંસદોએ શપથ લીધા હતા. પીએમ મોદીએ સૌથી પહેલા સાંસદ તરીકે શપથ લીધા હતા. વિપક્ષ બંધારણની નકલ લઈને સંસદમાં પહોંચ્યો હતો. ત્યારે આજે (25 જૂન, 2024) ના રોજ 18મી લોકસભાનો બીજો દિવસ છે. આજે બાકીના સાંસદોએ શપથ લીધા. જેમાં સ્પીકર કોણ હશે એને લઈને બે મત જોવા મળ્યા. વિપક્ષે ઓમ બિરલા સામે કોંગ્રેસના કે. સુરેશને મેદાને ઉતાર્યા અને હવે આવતીકાલે 26 જૂને સવારે ચૂંટણી થશે. જોકે TMCને આ વિશે પુછવામાં ન આવતા તેઓએ નિરાશા વ્યક્ત કરી. વિપક્ષે શપથ લેતી વખતે કેટલીક નારેબાજી કરી, ઔવેશીએ 'જય પેલેસ્ટાઈન'ના નારા લગાવ્યા જ્યારે, રાહુલે 'જય સંવિધાન'ના નારા લગાવ્યા. રાહુલ નારા બાજીમાં મશગુલ થઈને સ્પીકર સાથે હાથ મિલાવવાનું ભૂલી ગયા. ત્યારે એમની હરોળમાં બેસેલા અન્ય સાંસદે યાદ અપાવ્યું કે ત્યા મળવાનું તો બાકી રહી ગયું. સંપૂર્ણ સમાચાર જોવા માટે ઉપર આપેલા વીડિઓ પર ક્લિક કરો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.