સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૨૬ જૂને યોજાનારો નશામુક્તિ અંગેનો સેમિનાર
રાજકોટ તા. ૨૪ જૂન -જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના બાળકો, યુવાનોમાં નશા વિરુદ્ધ લોક જાગૃતિ કેળવાય તે હેતુથી તા.૨૬ જુન ૨૦૨૪ના રોજ સેનેટ હોલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે "ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ ઝુંબેશના આંતરરાષ્ટ્રીય દિવસ (ઇન્ટરનેશનલ ડે અગેઈન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઈલીસીટ ટ્રાફિકિંગ)" વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતના કુલ ૨૭૨ જિલ્લાઓમાં નશામુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં રાજકોટ જિલ્લાનો પણ સમાવેશ થયેલ છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.