લખતર મામલતદાર કચેરીમાં આચાર સહિતાના લીધે બંધ રાખવામાં આવેલ મુખ્યમંત્રી તાલુકા ફરિયાદ કાર્યક્રમ યોજાયો
લખતર મામલતદાર કચેરીમાં આચાર સહિતાના લીધે બંધ રાખવામાં આવેલ મુખ્યમંત્રી તાલુકા ફરિયાદ કાર્યક્રમ યોજાયોઆચાર સંહિતા પછી પ્રથમવાર યોજાયેલ મુખ્યમંત્રી તાલુકા ફરિયાદ કાર્યક્રમમાં 6 પ્રશ્ન રજૂ કરાયા હતાગુજરાત સરકાર દ્વારા એકવીસ વર્ષ પહેલા તાલુકા લેવલે કોઈપણ અરજદારને સરકારી વિભાગને લગતા પ્રશ્ન હોય તેનું નિવારણ તાલુકા લેવલે આવી જાય તેમાટે થઈને તાલુકા જિલ્લા રાજ્ય મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો હાલ આ કાર્યક્રમમાં અરજદારે પોતાના પ્રશ્ન ઓનલાઈન રજૂ કરવાના હોય છે ત્યારબાદ સરકાર દ્વારા આવેલ પ્રશ્ન જેતે વિભાગના અધિકારીને મોકલી આપવામાં આવે છે અધિકારી દ્વારા પ્રશ્ન રજુઆત કરેલ પ્રશ્નનો જવાબ અરજદારને મોકલવા સાથે તાલુકા મામલતદાર કચેરીમાં મોકલવાના હોય છે સાથે દર મહિનાના ચોથા બુધવાર નારોજ સરકાર દ્વારા યોજવામાં આવતા તાલુકા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અરજદારને તાલુકા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષની ઉપસ્થિતીમાં અરજદારને જવાબ આપી અરજદારને સંતોષકારક નિવારણ લાવી દેવાનું હોય છે આજે લખતર મામલતદાર હર્ષવર્ધન પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાયબ મામલતદાર મહાદેવભાઈ નાકિયા તાલુકા વિકાસ અધિકારી વજેસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં નર્મદાના 2 તાલુકા પંચાયત 3 અને પીજીવીસીએલનો એક પ્રશ્ન રજૂ થયો હતો 6 અરજદારમાંથી 4 અરજદાર ઉપસ્થિત રહ્યા હતા ચારેય પ્રશ્નના હકારાત્મક નિવારણ લાવવામાં આવ્યા હતા
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.