ધંધુકા શહેર તાલુકા ના અનેક પ્રશ્નો પૈકી ખૂબ અગત્યના અને ગંભીર પ્રશ્નો ઉકેલાય તેવું લોકોની પ્રબળ લાગણી છે - At This Time

ધંધુકા શહેર તાલુકા ના અનેક પ્રશ્નો પૈકી ખૂબ અગત્યના અને ગંભીર પ્રશ્નો ઉકેલાય તેવું લોકોની પ્રબળ લાગણી છે


અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેર તાલુકા ના અનેક પ્રશ્નો પૈકી ખૂબ અગત્યના અને ગંભીર પ્રશ્નો ઉકેલાય તેવું લોકોની પ્રબળ લાગણી છે.

હાલ નો સહુથી ગંભીર પ્રશ્ન જન્માષ્ટમી લોકમેળા ની જગ્યા નો છે.

ધંધુકા ની કરોડો ની ભૂગર્ભ ગટર જ્યારે લોકોને કામ જ આવતી નથી તો જ્યારે તંત્ર ને કારણે કામ લાગતી નથી તો તાત્કાલિક વિકલ્પ રૂપે લોકો ના ખાળ કૂવા નું ડ્રેનેજ પાણી ખાલી કરવા લોકોને ડ્રેનેજ વાહન મગાવી ૩૫૦૦/જેવો લોકોને ખર્ચ કરવો પડે છે તો ધંધુકા નગર પાલિકા યા ગટર વ્યવસ્થા ખાતું આવા ભરાયેલ કૂવા ડ્રેનેજ વાહન દ્વારા વિના ચાર્જ ખાલી કરાવી આપે

ધંધુકા શહેર માં લોકોની આરોગ્ય ની બાબત ને લક્ષ માં લઇ..પ્રજાને શુધ્ધ પીવાનું પાણી ની ઉપલબ્ધિ માટે નવો ફિલ્ટર પ્લાન્ટ બંધાયો છે જે નવો બન્યા પછી કાર્યાન્વિત જ થયો નથી.નગર ના લોકોને ફિલ્ટરવાળા શુધ્ધ પાણી નો લાભ મળતો નથી.સુખી સમુદાય ના અમુક લોકો પોતાના ઘરે શુધ્ધ પાણી થી આરોગ્ય સાચવવા આર ઑ પ્લાન વસાવી શકે અને તેની વારંવાર ની કરવી પડતી સર્વિસ નો ખર્ચ ઉઠાવી શકે પણ...ગરીબ,સામાન્ય અનેક કારીગરો,શ્રમજીવીઓ માટે આ શક્ય ? મોટા ભાગ ના રોગો પાણીજન્ય બેક્ટેરિયાથી ઉદભવે છે..ત્યારે અશુધ્ધ પાણી થી થતી માંદગી માં કારીગરો, શ્રમજીવીઓ કામે ન જઇ શકે..આજીવિકા માટે કામે તો ન જઈ શકે બલ્કે દવા અને દવા ખાના ના આર્થિક સંકટ માં પડી જાય.અનેક નાના લોકોની ગંભીર વાત જે તે તંત્રે વિચારી યોગ્ય કરવું જોઈએ.

મોટા ભાગ ના જાહેર સૌચાલયો બંધ છે.જે નવા બન્યા ત્યારથી બંધ છે.નગરજનો સિવાય અનેક વહેપારીઓ, વ્યવસાયો, સેલ્સ મેનો ધંધુકા નગર ની મુલાકાતે આવે તો તેમની સ્થિતિ શું હોઈ શકે? ધંધુકા તાલુકા નું શહેર છે.આજુ બાજુના ૪૨ જેટલા ગામ નો આવરો જાવરો છે..અને આમાં મહિલાઓ પણ હોય આવા લોકોની જરૂર એ વ્યથા શું હશે? તંત્રે આ બાબતે યોગ્ય કરવું જોઈએ.પ્રશ્નો ભલે ઘણા હોય અને અનેક ઉદભવતા રહેવાના પણ જે પાયા ના અને અતિ મહત્વના પ્રશ્ન ઉકેલાતા નથી તેનું લોકોમાં દુઃખદ આશ્ચર્ય છે.

હાલ નો સહુથી ગંભીર પ્રશ્ન જન્માષ્ટમી લોકમેળા ની જગ્યા નો છે.જેની લોકો દ્વારા સતત ત્રણ વર્ષ થી રજૂઆત થાય છે.વર્ષો પહેલા ધંધુકા શહેર અને તાલુકા ની વસ્તી ઓછી હતી.ત્યાર ના પ્રમાણ માં સ્થપાયેલી જન્માષ્ટમી લોકમેળા ની જગ્યા હાલ અનેક વર્ષો પછી ધંધુકા શહેર અને તાલુકા ની વસ્તી અનેક ગણી વધી ત્યારે આ લોકમેળા ની જગ્યા અનેક ગણી મોટી હોવી જોઈએ...જેને બદલે આજુ બાજુ બાજુ બાંધકામો થવાથી ઘણી નાની બની,અને ખબ નાની જગ્યા સાથે નીચાણ વાળી જગ્યા છે...જેમાં બારેમાસ પુષ્કળ ગંદકી જમાં હોય છે .જેની હાલ વ્યાપક ચર્ચા છે.લોકોની સુવિધા,સ્વચ્છતા અને સુરક્ષા ને લગતા આવા પ્રશ્ને ધંધુકા અને તાલુકા ના લોકોમાં આ અંગે યોગ્ય થવા કલેકટરશ્રી,મુખ્યમંત્રી શ્રી,પ્રાંત ઓફિસર શ્રી,મામલતદાર શ્રી ને રજૂઆત કરી છે. આ લોકમેળા માં આજુબાજુ ના ૪૨ જેટલા ગામડા ના લોકો તેમના ભૂલકાઓ સાથે મેળા માં આવે છે અને તેમાંના મોટા ભાગ ના લોકો ખેડૂતો,ખેત મજુરો,શ્રમજીવીઓ હોય છે .આ જન્માષ્ટમી લોકમેળા ની જગ્યા સરકારશ્રી ફાળવે તેને સમય..લાગશે ત્યારે આવનાર લોકમેળો બજાર સમિતિ માર્કેટ યાર્ડ ના વિશાળ પટાંગણ માં યોજાય તો ખૂબ સરળ રહેશે જે માટે સહકાર આપવા બજાર સમિતિ ધંધુકા ના ચેરમેન શ્રી ચેતન સિંહ ચાવડા,બજાર સમિતિ ના વાઇસ ચેરમેન શ્રી પૃથ્વીરાજ સિંહ ચુડાસમાં અને બજાર સમિતિ ના સદસ્ય શ્રી ઓ ના પણ સહકાર ની પણ લોકોએ અપેક્ષા અને શ્રધ્ધા વ્યક્ત કરી છે. બજાર સમિતિ ખાસ તો ખેડૂતો,ખેત મજુરો ના હિત અને ઉત્કર્ષ માટે રચાયેલી છે .મેળા માં આવતા અનેક માના મોટા ભાગના ખેડૂતો અને ખેત મજુરો અને શ્રમજીવીઓ હોય છે જે સીઝન માં પોતાની કૃષિ ઉપજ ની ચીજવસ્તુઓ બજાર સમિતિ ના ચોગાન માં લાવે છે ત્યારે આજ ચોગાન માં લોકમેળો યોજાતા આવા ખેડૂતો,ખેત મજુરો શ્રમજીવીઓ તેમના બાળકોને મેળા માં લાવતા બજાર સમિતિ અને સરકારશ્રી તરફ સંતોષ..આનંદ ની લાગણી પ્રસરાવશે..તેવી લોકોની લાગણી છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.