ભાસ્કર વિશેષ:રાત્રે પરસેવો થવાનાં અનેક કારણ... ડાયાબિટિસની દવા અને સ્ટેરોઇડ લઈ રહ્યા હોવ તો સમય અને ડોઝ બદલો; પથારી કોટન લિનનની હોવી જોઈએ - At This Time

ભાસ્કર વિશેષ:રાત્રે પરસેવો થવાનાં અનેક કારણ… ડાયાબિટિસની દવા અને સ્ટેરોઇડ લઈ રહ્યા હોવ તો સમય અને ડોઝ બદલો; પથારી કોટન લિનનની હોવી જોઈએ


રાત્રે અચાનક ઊંઘ ઉડી જાય અને તમને પરસેવો વળેલો હોય કે કપડા-ચાદર પરસેવાથી ભીના થયા હોય, તો તેનું કારણ માત્ર બીમારી નથી હોતી. શિકાગોની રશ યુનિવર્સિટી મેડિકલ કોલેજની ડૉ. કેટ રોલેન્ડ કહે છે કે ઘણા લોકોની સાથે આવું થાય છે. આ આશ્ચર્યજનક છે પરંતુ અનેકવાર તેનાથી નુકસાન નથી થતું. જોકે આ આવું અનેકવાર થવાનથી એક સંકેત છે કે કશુંક ઠીકથી કામ નથી કરી રહ્યું. તેનું કારણ બીમારી કે લાઇફસ્ટાઇલ હોઈ શકે છે. તબિયત બગડવાના સંકેત: હ્યૂસ્ટન મેથોડિસ્ટમાં સ્લીપ મેડિસિન એક્સપર્ટ ડૉ. આરતી રામ કહે છે, રાત્રે પરસેવો વળવો બીમારીનો સંકેત હોઈ શકે છે. ન્યૂરલ સમસ્યા, ટીબી, અસામાન્ય થાઇરોઇડ, મલેરિયા કે ટાઇફોઇડ હોય તો વધુ પરસેવો થાય છે. કેટલાક મામલામાં કેન્સર હોઈ શકે છે, પરંતુ તેની આશંકા ઘણી ઓછી છે. એવામાં ડૉક્ટરની સલાહ પર મેડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ. તેનાથી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. સ્લીપ એપ્નિયા (ઊંઘમાં શ્વાસ રોકાવાની સમસ્યા)થી પીડાતા લોકોને પણ આ પરેશાની થાય છે. જોકે તેને સીપૈપ માસ્કની મદદથી ઠીક કરી શકાય છે. દવાની તપાસ કરો: હ્યૂસ્ટન ટીઈડી હેલ્થની ડૉક્ટર શોશાના અનગેરલીડર કહે છે કે દવાઓના કારણે પણ ગરમી વધુ લાગી શકે છે. એન્ટીડિપ્રેસેન્ટ, હાર્મોન થેરાપી, ડાયાબિટીસ, સ્ટેરોઇડ અને બીટા બ્લૉકર્સથી અનેકવાર આવું થાય છે. જો આપને લાગે છે કે નવી દવાથી રાત્રે પરસેવાની સમસ્યા થઈ રહી છે તો ડૉક્ટરથી દવા લેવાનો સમય કે ડોઝ બદલવા માટે પૂછી શકો છો. નાના-નાના ફેરફાર સારી ઊંઘ લાવશે.
તણાવમુક્ત રહેવું જરૂરી: જો તણાવ અને ચિંતા છે તો તેની અસર ન્યૂરલ સિસ્ટમ ઉપર પણ પડે છે. તેનાથી ગભરામણથી પરસેવો આવી શકે છે. તેથી ઊંઘતા પહેલા એક-બે કલાક રિલેક્સ થવાની જરૂરી છે. ડૉ. ગ્લિનિસ એબ્લોન કહે છે કે, રૂમનો માહોલ આરામદાયક અને તણાવમુક્ત બનાવો. ફોન દૂર રાખો, પરેશાન કરનારા પ્રકાશથી બચો અને શાંત સંગીત સાંભળો. આ આપને મદદરૂપ થશે.
મસાલેદાર ખાવાથી બચો: ડૉ. આરતી મુજબ, રાત્રે મસાલેદાર ખાનારા લોકોને પણ વધુ પરસેવો થઈ શકે છે. સૂતાં પહેલા આલ્કોહોલ કે કૈફીન લેવું પણ કારણ હોઈ શકે છે. તેથી ઊંઘવાના થોડા કલાક પહેલા તેનાથી દૂર રહો. પથારી-કપડા યોગ્ય પસંદ કરો: ડૉ. આરતી કહે છે કે સારી પથારી એને કહેવાય જેમાં હવાની અવર-જવર હોય. કેટલીક મેટ્રિસમાં જેલ બીડ્સ અને ભેજ શોષનારા ફેબ્રિક કવર હોય છે. તે ટૉપને ઠંડું રાખે છે. બેડશીટ પણ કોટન કે લીનનની રાખો. તેનાથી સ્કીન ઠંડી રહેશે. રાતના સમયે સિન્થેટિક કે પોલિએસ્ટર નાઇટવેર ન પહેરો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.