દૂધનો ભાવફેર ચૂકવવા સાબરકાંઠા કિસાનસભાની રજિસ્ટ્રારને રજૂઆત કરવામા આવી - At This Time

દૂધનો ભાવફેર ચૂકવવા સાબરકાંઠા કિસાનસભાની રજિસ્ટ્રારને રજૂઆત કરવામા આવી


સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી પૂરી થઈ ગઇ છે  પરંતુ ચેરમેનની ચૂંટણી આડે લોકસભાની ચૂંટણી આચારસંહિતા નડી જતાં પ્રતિ વર્ષ જૂન માસના આખરી ચરણમાં પશુપાલકોને ચૂકવાતાં દૂધના ભાવફેરનો મામલો ભીસમાં પડ્યો છે. જેને લઈને સોમવારે કિસાનસભા દ્વારા દૂધનો ભાવફેર તાત્કાલિક ધોરણે ચૂકવી આપવા રજૂઆત કરવામા આવી  હતી.
ભારતીય કિસાન સભાના પ્રમુખ દિલાવરસિંહ ઝાલા,સા. કાં.જિલ્લા ઉપપ્રમુખ દિનેશ પરમાર અને હોદ્દેદારોએ સોમવારે રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને આવેદન આપી રજૂઆત કરી હતી કે 2023-24નું હિસાબી વર્ષ તા.31-03-24ના રોજ પૂરું થયુ છે ત્યારે દૂધનો વાર્ષિક ભાવફેર પશુપાલકોને સાબર ડેરીએ તાત્કાલિક ચૂકવી દેવો જોઈએ. ખેતીની સિઝન છે ખેડૂતોને ખેડ - બિયારણ- ખાતર વગેરેના ખર્ચા કરવાના હોય છે. સાબર ડેરી વાર્ષિક ભાવ ફેર ચૂકવતી નથી એ ઘણી ચિંતાજનક બાબત છે સાબર ડેરીએ તાજેતરમાં એના નફામાં વધારો કરવા માટે લિટર દીઠ બે રૂપિયાનો ભાવ વધારો કરેલ છે. પણ વાર્ષિક ભાવફેર ચૂવ્યો નથી.વધુમાં રજિસ્ટ્રેશન થયેલ તમામ દૂધ મંડળીઓ પાસેથી સામેથી અરજીઓ મેળવીને એક મહિનામાં સભાસદ કરવા, સરકારે પરિપત્ર કરીને જાણ કરવા છતાં સાબર ડેરી સરકારની સૂચનાનો અમલ કરતી નથી. તેમણે આ બન્ને મુદ્દે સત્વરે કામગીરી કરવા માંગ કરી હતી.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.