સ્ટોર્મ વોટરમાં ગાદલા ફસાતા વગળચોકડીએ પાણી ભરાયાં, ટ્રાફિકજામ - At This Time

સ્ટોર્મ વોટરમાં ગાદલા ફસાતા વગળચોકડીએ પાણી ભરાયાં, ટ્રાફિકજામ


રાજકોટ શહેરમાં વહેલી સવારે 18 મીમી વરસાદ પડ્યો હતો પણ એટલા વરસાદમાં મવડી-પાળ રોડ પરની વગળ ચોકડીએ નદીઓ વહેવા લાગી હતી. કરોડો રૂપિયાના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ નખાઈ હતી પણ પાણી રોડ પર વહેતા નોકરી ધંધે જતા લોકોને પારાવાર મુશ્કેલી થઇ હતી. 10 ઈંચ વરસાદ ખાબકી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે તેની પાછળ વરસાદ નહિ પણ સોલિડ વેસ્ટ શાખાની નબળી કામગીરીજવાબદાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.