નર્સિંગની છાત્રાને વિધર્મીએ ફસાવી પરિવારનેહેરાન કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
અગાઉ મોરબી પરિચય થયા બાદ લગ્નની લાલચ આપી, અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા, ધરપકડ
શહેરમાં રહેતી અને નર્સિંગનો અભ્યાસ કરતી એક યુવતીએ વાંકાનેરના કાનપર ગામે રહેતા અરશદ ઇલ્યાસભાઇ સેરસિયા નામના શખ્સ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તા.21-6ના રોજ ઘરેથી નીકળી ગઇ હતી જેથી તેના પિતાએ પોલીસમાં જાણ કરી હતી. દશેક માસ પહેલાં તે મોરબી પંથકની એક હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યારે સાથે કામ કરતો કાનપર ગામનો અરશદ સેરસિયા સાથે પરિચય થયો હતો.
દરમિયાન એક બીજા ફોનમાં વાતચીત કરતા હોય અને અરશદ કહેતો કે, હું કુંવારો છું અને તારી સાથે જ લગ્ન કરીશ તેવી બાંહેધરી આપી હતી. અગાઉ તેણે શરીરસંબંધ બાંધ્યો ન હતો બાદમાં તેને બીજે લગ્ન કરી લીધા હતા અને જાણ થતા તેને અરશદને ફોન કરવાની ના પાડી હતી. તેમ છતાં અવારનવાર ફોન કરતો અને કહેતો કે તું મારી સાથે વાત નહીં કરે તો તારા પરિવારને હેરાન કરીશ અને તારા ભાઇને ઉપાડી લઇશ તેવી ધમકી આપતો હોય તા.21ના રોજ તેના ઘરે હતી ત્યારે અરશદે ફોન કરી કહ્યું કે, તું મારી સાથે અમદાવાદ આવી જા આપણે ત્યાં નોકરી કરીશું અને સાથે રહીશું અને અમદાવાદ સારી નોકરી પણ મળી જશે જેથી તેને ના પાડતા તેને નહીં આવેતો તારા પરિવારને હેરાન કરીશ તેવી ધમકી આપતા તે ડરી ગઇ હોય અને ફરીથી અરશદનો ફોન આવ્યો હતો અને તે માધાપર ચોકડી પાસે છું આવી જા જેથી મારા પરિવારને હેરાન ન કરે એ માટે થઇને હું ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી.
દરમિયાન અરશદ અમદાવાદ લઇ જઇ તેના રૂમમાં લઇ ગયો હતો અને ત્યાં જઇ તેના પિતાને ઓડિયો રેકોર્ડિંગ મોકલ્યું હતું કે, હું મારી રીતે જતી રહી છું અને હું પછી તમને ફોન કરીશ. ત્યાર બાદ અરશદએ મારી મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો અને થોડી વાર બાદ તેના માટે કોલ્ડ્રીંક લાવ્યો હતો જે પીધા બાદ તેને ઊંઘ આવી ગઇ હતી અને સવારે અરશદે આવી આપણે નોટરી પાસે જવાનું છે. જેથી હું તેની સાથે લખાણ કરાવવા ગયા હતા અને અમારા ડોક્યુમેન્ટ આપી ત્યાંથી નીકળી ગયા હતા અને રૂમમાં આવતા મારા પરિવારવાળા ત્યાં આવી જતા ત્યાંથી રાજકોટ આવી ફરિયાદ કરી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપી અરશદ સેરસિયાની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.