કથીરિયા પરિવાર બ્લડ ડોનેશન ચેમ્પિયન્સ જનરેશનલ કમિટમેન્ટ ડો. વલ્લભભાઈ કથીરિયા નું ૧૩૩ મી વખત બ્લડ ડોનેટ - At This Time

કથીરિયા પરિવાર બ્લડ ડોનેશન ચેમ્પિયન્સ જનરેશનલ કમિટમેન્ટ ડો. વલ્લભભાઈ કથીરિયા નું ૧૩૩ મી વખત બ્લડ ડોનેટ


કથીરિયા પરિવાર બ્લડ ડોનેશન ચેમ્પિયન્સ

જનરેશનલ કમિટમેન્ટ
ડો. વલ્લભભાઈ કથીરિયા નું ૧૩૩ મી વખત બ્લડ ડોનેટ

રાજકોટ તાજેતર માં ઇન્ડિયન મેડિકલ એશોસીએશન રાજકોટ અને પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સેવા, તબીબ, રાજકીય ક્ષેત્રે નામના ધરાવનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા એ ૧૩૩ મી વખત બ્લડ ડોનેટ કરી યુવાનો, બાળકો અને સર્વ સમાજ માટે ઉદાહરણ રૂપ બન્યા છે. આ પ્રસંગે ડો. વલ્લભભાઈ કથીરિયા સાથે તેમના પુત્ર ડો.આત્મન કથીરિયા એ ૨૦ મી વખત અને તેમના પુત્રવધુ ડો. ઘટના કથીરિયા એ પણ પ્રથમ વખત બ્લડ ડોનેટ કરી કથીરિયા પરિવારે સામુદાયિક સેવા પ્રત્યેના તેમના સમર્પણમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ ઉજવણી કરી હતી.કથીરિયા પરિવાર એ સમાજ માટે સેવાનું અનુકરણીય ધોરણ સ્થાપિત કર્યું છે. ડો. વલ્લભભાઈ કથીરિયા ના ધર્મ પત્નિ શ્રીમતી કાંતાબેન કથીરિયા પણ વર્ષોથી બ્લડ ડોનેટ કરી રહયા છે. તેઓ અત્યાર સુધી માં ૫૦ થી પણ વધુ વખત રક્તદાન કરી ચૂક્યા છે. તેમના નિર્જળા એકાદશી વ્રતના કારણે આ વખતે પરિવાર સાથે બ્લડ ડોનેશન કરી શક્યા ન હોતા. ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, આપણા સામૂહિક પ્રયાસો દ્વારા આપણે અન્ય લોકોને નિયમિતપણે રક્તદાન કરવા આપણી સાથે જોડાવા માટે પ્રેરણા આપીએ. વ્યક્તિગત યોગદાન ઉપરાંત, તેઓ રક્તદાતાઓની નિર્ણાયક જરૂરિયાત વિશે જનજાગૃતિ વધારવા માટે સક્રિયપણે હિમાયત કરે છે. કથીરિયા પરિવાર દરેક વ્યક્તિને નિયમિતપણે રક્તદાન કરવા વિનંતી કરે છે. આપણું રક્તદાન જીવન બચાવી શકે છે. “ રક્તદાન જીવનદાન”, “રકતદાન મહાદાન” અને જીવન પર્યંત રકતદાન, મૃત્યુબાદ અંગદાન”નો સૌ સંકલ્પ કરીએ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.