લખતર તાલુકાના ઘણાદ ગંજેળા રોડ ઉપર દબાણ દૂર કરવા ઘણાદ મહિલા સરપંચ સરપંચ દ્વારા લખતર મામલતદારનેલેખિત રજુવાત કરવામાં આવી - At This Time

લખતર તાલુકાના ઘણાદ ગંજેળા રોડ ઉપર દબાણ દૂર કરવા ઘણાદ મહિલા સરપંચ સરપંચ દ્વારા લખતર મામલતદારનેલેખિત રજુવાત કરવામાં આવી


લખતર તાલુકાના ઘણાદ ગંજેળા રોડ ઉપર દબાણ દૂર કરવા ઘણાદ મહિલા સરપંચ સરપંચ દ્વારા લખતર મામલતદારને રાવ કરવામાં આવીસરકાર દ્વારા રોડ મોટો બનાવી આપ્યો છે પરંતુ ગામલોકોએ દબાણ કરી નાનો કરી નાખતા વાહન ચાલક ખેડૂત પરેશાનહાલમાં સરકારી જમીનમાં લોકો દ્વારા દબાણ કરવાના સમાચાર અવારનવાર આવતા હોય છે લખતર તાલુકાના કારેલા સવલાણા સહિતના ગામમાં જવાના અને ગામ બહાર જવાના રોડ ઉપર દબાણ કરાયાના સમાચાર આવે છે ત્યારે ઘણાદ ગામથી ગંજેળા જવાના આર.એન.બી હસ્તકના રોડ ઉપર ઘણાદ ગામના લોકો દ્વારા દબાણ કરવામાં આવતા બે વાહનોને એક સાથે પસાર થવુ મુશ્કેલ બન્યુ છે રસ્તો સાંકડો થઈ જતા વારંવાર અકસ્માત થતા હોવાનુ જણાવી ઘણાદ ગ્રામ પંચાયત મહિલા સરપંચ શીતલબેન ભરતભાઇ ગોહિલ દ્વારા આ રસ્તો આર.એન.બી માં આવતો હોય લખતર મામલતદારને ઉદેશી લેખિતમાં અરજી કરી રસ્તા ઉપરથી દબાણ દૂર કરાવી ગ્રામજનો ખેડૂતો વાહનચાલકોને પડતી તકલીફ દૂર કરાવવા માંગ કરવામાં આવતા લખતર તાલુકા મથક સહિત 42 ગ્રામ પંચાયતમાં ગામતળની જમીન સહિત રેવન્યુની જમીન બિનકાયદેસર દબાણ કરી અન્ય લોકોને મુશ્કેલીમાં મુકતા દબાણ કરતા તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ જવા પામી છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.