ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી વિછીયા મામલતદારને આવેદનપત્ર - At This Time

ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી વિછીયા મામલતદારને આવેદનપત્ર


ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી વિછીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કે છેલ્લા ઘણા સમયથી વિછીયા તેમજ ગ્રામ્ય ની અંદર લાઈટ વીજળીના અનેક પ્રશ્નો હોય તેમ છતાં વિછીયા પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ ચોમાસા દરમિયાન રીપેરીંગ કામગીરી કરવામાં ન આવેલી હોય જેથી કરીને આખો દિવસ ની અંદર અનેક ટ્રીપિંગ ઝટકા આવે તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતીવાડીની લાઈટ ની અંદર મોટાભાગના ફીડરોની અંદર રીપેરીંગ ન થયેલા હોવાના કારણે મોટાભાગના ફીડરો વારંવાર લાઈટના ઝટકા આવે કલાકો સુધી બંધ રહે જેથી કરીને ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે ની વિછીયા ની અંદર અવારનવાર લાઈટના ઝટકાથી લોકો ખૂબ હેરાન પરેશાન હોય તેમ છતાં પીજીવીસીએલ વિછીયા કચેરી ના અધિકારીઓ દ્વારા સો ટકા રીપેરીંગની કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને વિછીયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું કે યુદ્ધના ધોરણે વિછીયા શહેર તેમજ દરેક ગામની અંદર તથા ખેતીવાડીના દરેક ફીડરોની અંદર 100 એ 100% રીપેરીંગ કરવામાં આવે જેથી કરીને લોકોને વ્યવસ્થિત રીતે લાઈટ વીજળી આપવામાં આવે એવી ખેડૂત સેવા સંગઠન ગુજરાત ટ્રસ્ટના સ્થાપક મુકેશભાઈ રાજપરા ની ઉગ્ર માંગ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.