અરવિંદ કેજરીવાલને સુપ્રીમે કહ્યું- NO:જામીન અરજી પર સુનાવણી ટાળી, કોર્ટે કહ્યું- અત્યારે કોઈ ચુકાદો આપવો યોગ્ય નથી, હાઈકોર્ટના નિર્ણયની રાહ જુઓ - At This Time

અરવિંદ કેજરીવાલને સુપ્રીમે કહ્યું- NO:જામીન અરજી પર સુનાવણી ટાળી, કોર્ટે કહ્યું- અત્યારે કોઈ ચુકાદો આપવો યોગ્ય નથી, હાઈકોર્ટના નિર્ણયની રાહ જુઓ


સુપ્રીમ કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી 26 જૂન સુધી ટાળી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે દિલ્હી હાઈકોર્ટે હજુ સુધી પોતાનો ચુકાદો આપ્યો નથી, તેથી તે પહેલાં કોઈ ચુકાદો આપવો યોગ્ય નથી. થોડી રાહ જુઓ. અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટે જામીન આપ્યા છતાં જેલમાં છે. કારણ કે EDએ દિલ્હી હાઈકોર્ટમાં તેમના જામીનનો વિરોધ કર્યો હતો અને સ્ટે માંગ્યો હતો. 21 જૂને દિલ્હી હાઈકોર્ટની વેકેશન બેન્ચે EDની અરજી પર ચુકાદો ન આવે ત્યાં સુધી જામીન પર રોક લગાવી દીધી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું હતું કે અમે 24-25 જૂન સુધીમાં ચુકાદો આપીશું. ત્યાં સુધી જામીન પર સ્ટે રહેશે. હાઈકોર્ટના આ નિર્ણય સામે કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. કેજરીવાલને સુપ્રીમથી રાહત નહીં
લીકર પોલિસી કેસમાં જામીન પર રોક સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. કેજરીવાલે કરેલી અરજીમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન પર રોક લગાવવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું કે હાઈકોર્ટ તેમની અરજી પર સુનાવણી કરી રહી નથી કારણ કે આવો જ એક કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલાં હાઈકોર્ટમાંથી તમારી અરજી પાછી ખેંચો, પછી અમારી પાસે આવો. હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ...
હવે સુપ્રીમ કોર્ટ બુધવારે આ મામલે સુનાવણી કરશે એટલે કે હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવાશે. હાલ સ્થિતિ યથાવત્ રહેશે. બુધવારની સુનાવણી પહેલાં દિલ્હી હાઈકોર્ટનો આદેશ પણ આવી જાય તેવી આશા છે. કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું કે જ્યારે દિલ્હી હાઈકોર્ટ ઓર્ડરની કોપી અપલોડ કર્યા વિના સ્ટે લગાવી શકે છે ત્યારે સુપ્રીમ કોર્ટ પણ હાઈકોર્ટના આદેશ વિના તેના પર સ્ટે મૂકી શકે છે. નીચલી અદાલતે કહ્યું- ED પાસે કેજરીવાલ વિરુદ્ધ પુરાવા નથી
રાઉઝ એવન્યુ કોર્ટે 20 જૂને રાત્રે 8 વાગ્યે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. જજ ન્યાય બિંદુની ખંડપીઠે કહ્યું હતું કે ED પાસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી. કોર્ટે કેજરીવાલને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપ્યા હતા. ઈડીએ નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ 21 જૂને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ સુધીર જૈન અને જસ્ટિસ રવિન્દર દુડેજાની બેંચમાં EDના વકીલ એસવી રાજુએ કહ્યું- નીચલી અદાલતનો નિર્ણય યોગ્ય નથી. અમને અમારી દલીલો રજૂ કરવા માટે પૂરો સમય મળ્યો નથી. ED વતી એએસજી એસવી રાજુ, કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરીએ લગભગ 5 કલાક સુધી દલીલો રજૂ કરી હતી. ખંડપીઠે 5 કલાકની સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને તમામ વકીલોને 24મી જૂન એટલે કે આજ સુધીમાં લેખિત દલીલો કરવા જણાવ્યું હતું. વાંચો હાઇકોર્ટમાં 21મી જૂને થયેલી સુનાવણી ક્રમિક રીતે.... એસજી એસવી રાજુ (ઇડીના વકીલ)ની 4 દલીલો ​​​​અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરીની (કેજરીવાલના વકીલ) 4 દલીલો... રાઉઝ એવન્યુ કોર્ટના જામીનના આદેશ વિશે 5 બાબતો... નીચલી અદાલતે કેજરીવાલના જામીન માટે 2 શરતો મૂકી 1. તેઓ તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં. 2. જરૂર પડ્યે કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે. EDએ કહ્યું- તપાસ હવામાં નથી થઈ, AAPની દલીલ- કેસ નકલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.