મહીસાગર : સંતરામપુર કડાણા તાલુકાના શિક્ષણ સેવા સમિતિ સરસણ માલવણ પાંચ ગામ વણકર સમાજનાં વિઘાર્થીઓને નોટબુક ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો. - At This Time

મહીસાગર : સંતરામપુર કડાણા તાલુકાના શિક્ષણ સેવા સમિતિ સરસણ માલવણ પાંચ ગામ વણકર સમાજનાં વિઘાર્થીઓને નોટબુક ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો.


મહીસાગર જિલ્લાના સંતરામપુર કડાણા તાલુકાના શિક્ષણ સેવા સમિતિ સરસણ માલવણ પાંચ ગામ વણકર સમાજનાં વિઘાર્થીઓને નોટબુક ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો.

૧ થી ૧૨ ના વિઘાર્થીઓને શૈક્ષણીક ચીજવસ્તુઓ નાં વિતરણનો કાર્યક્રમ ગામડી ખાતે યોજાયો જેમા સોળ ગામ વણકર સમાજના લોકો જોડાયા.

ગામડી ગામ ખાતે શિક્ષણ સેવા સમિતિ સરસણ માલવણ પંચ દ્વારા ઘોરણ ૧ થી ૧૨ ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ નોટબુક ચોપડા વિતરણ સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

જેમા સરસણ માલવણ પંચ વણકર સમાજ ના ૧૫૦ વિધાર્થીઓ ને સોળ ગામ વણકર સમાજ ના વડીલો ભાઈઓ બહેનો યુવા મિત્રો દાતાશ્રીઓ બની આ કાર્યક્રમમાં સહભાગી બન્યા સદર કાર્યક્રમનું શિક્ષણ સેવા સમિતિ સરસણ માલવણ પંચ ના મુખ્ય સલાહકાર શ્રી અમિત પરમાર, શિક્ષણ સેવા સમિતિ ના પ્રમુખ શ્રી ચિરાગ કે વણકર, ગામડી શિક્ષણ સેવા સમિતિ ના મંત્રીશ્રી હસમુખભાઈ એમ વણકર, લાલખાંટ ની મુવાડી શિક્ષણ સેવા સમિતિ ના સૌ કમિટી સભ્યશ્રીઓ, યુવા મિત્રોવગેરે ની આભાર વિધિ શ્રી પ્રવીણભાઈ જે વણકર દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.