રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા ૮૫ બુથ પર ૧૬૭૨૨ બાળકોનુ પોલિયો રસીકરણ કરાયુ
રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા ૮૫ બુથ પર ૧૬૭૨૨ બાળકોનુ પોલિયો રસીકરણ કરાયુ
બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત બાળ લકવા નાબુદ કરવાના હેતુથી ભારત સરકાર દ્વારા રવિવારના દિવસે એન.આઈ.ડી. પોલિયો રાઉન્ડનુ આયોજન કરવામા આવેલ છે ત્યારે રાજુલા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા પાંચ વર્ષથી નીચેના ઓગણીસ હજાર ઉપરાંત બાળકોને પોલિયો રસીના બે ટીપા પીવડાવવામા આવનાર છે.જે માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નિલેશ કલસરીયા અને સુપરવાઈઝર સંજયભાઈ દવે સહિતની ટીમ દ્વારા અસરકારક સુપરવિઝન કરવામા આવી રહ્યુ છે.
પલ્સ પોલિયો રસીકરણ કામગીરીની શરૂઆત રાજુલા તાલુકાના ડોળીયા ગામે અગ્રણી કનુભાઈ પોપટ અને ભગુભાઈ નકુમના હસ્તે કરાઈ હતી જેમા પ્રથમ દિવસે ૮૫ બુથ પર આરોગ્ય કર્મચારી,આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોની ટીમ દ્વારા ૧૬૭૨૨ બાળકોનુ રસીકરણ કરવામા સફળતા મળેલ હોવાનુ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નિલેશ કલસરીયા દ્વારા જણાવેલ.
જયારે બાકી રહેલા બાળકો માટે બીજા અને ત્રીજા દિવસે ૧૪૬ ટીમ દ્વારા ગામના દરેક ઘરોની મુલાકાત લઈ કોઈ બાળક બાકી નથી તેની તપાસ કરાશે અને જો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ ટીમ દ્વારા રસી અપાશે.જયારે હાઈરીસ્ક વિસ્તાર,વાડી વિસ્તાર,ઈટોના ભઠ્ઠાઓ તેમજ બાંધકામ ચાલતા હોય તેવા વિસ્તારમા ૮ મોબાઇલ ટીમ અને લોકસમૂહ વાળા વિસ્તારોમા ૪ ટ્રાન્ઝીટ ટીમ દ્વારા રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામા આવી રહી હોવાનુ યાદીમા જણાવેલ છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.