પેટ્રોલ-ડીઝલનો ભાવ 20 રૂપિયા ઘટી શકે:મોદી સરકાર પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવાની તૈયારીમાં, હાલ પ્રતિ લીટર 35 રૂપિયા કમાય છે સરકાર - At This Time

પેટ્રોલ-ડીઝલનો ભાવ 20 રૂપિયા ઘટી શકે:મોદી સરકાર પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવાની તૈયારીમાં, હાલ પ્રતિ લીટર 35 રૂપિયા કમાય છે સરકાર


આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તું થઈ શકે છે. એટલે કે, દિલ્હીના હિસાબે તેની કિંમત 75 રૂપિયા પ્રતિ લિટર થઈ શકે છે. ગઈકાલે એટલે કે 22મી જૂને નાણામંત્રી નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની બેઠક યોજી હતી. જેમાં નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર છે. હવે આ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. રાજ્યોએ સાથે મળીને તેના દર નક્કી કરવા પડશે. હાલમાં, સરકારો 1 લિટર પેટ્રોલ પર 35.29 રૂપિયા સુધીની કમાણી કરી રહી છે
હાલમાં, જ્યારે તમે દિલ્હીમાં 94.72 રૂપિયાનું એક લિટર પેટ્રોલ ભરો છો, ત્યારે તેમાંથી 35.29 રૂપિયા ટેક્સ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારોના ખિસ્સામાં જાય છે. એટલે કે તમને માત્ર 59.43 રૂપિયાનું પેટ્રોલ મળ્યું. આનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર પડે છે, સાથે જ સરકારની તિજોરી છલોછલ ભરાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે કેવી રીતે નક્કી થાય છે?
હાલમાં દરેક રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર તે મુજબ ટેક્સ લાદે છે. કેન્દ્ર તેની ડ્યૂટી અને સેસ પણ અલગથી વસૂલ કરે છે. પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમત હાલમાં 55.46 રૂપિયા છે. કેન્દ્ર સરકાર તેના પર 19.90 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વસૂલ કરી રહી છે. આ પછી રાજ્ય સરકારો પોતાની રીતે વેટ અને સેસ વસૂલ કરે છે. આ કારણે, તેમની કિંમત મૂળ કિંમત કરતાં લગભગ 2 ગણી વધી જાય છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત સમજો... જો પેટ્રોલ અને ડીઝલને GSTના 28% સ્લેબમાં રાખવામાં આવે તો... નોંધ: GST પછીની કિંમતો અંદાજ તરીકે આપવામાં આવી છે. જો GST હેઠળ લાવવામાં આવે તો પેટ્રોલ 75 રૂપિયા પ્રતિ લિટરમાં મળી શકે છે
જો સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવે છે, તો તેમની કિંમતોમાં 20 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સરખા થઈ જશે. ઉદાહરણ તરીકે, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં પેટ્રોલ 106.47 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.84 રૂપિયા પ્રતિ લિટર છે. પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવ્યા બાદ હવે આ સ્થિતિ રહેશે નહીં. કિંમતો લગભગ દરેક જગ્યાએ સમાન હશે. જો કે, આનાથી સરકારની ટેક્સ કમાણી ઘટી શકે છે. હાલમાં GSTમાં સૌથી વધુ ટેક્સ રેટ 28% છે. જો સરકાર પેટ્રોલ અને ડીઝલ પર 28% GST લાદે તો પણ તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળશે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘું છે
ભારતમાં સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ મહારાષ્ટ્રના પરભણીમાં છે. અહીં પેટ્રોલ 107.33 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 93.74 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. જ્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક લિટર પેટ્રોલની કિંમત 106.26 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.60 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. પોર્ટબ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. અહીં પેટ્રોલની કિંમત 82.42 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 78.01 રૂપિયા પ્રતિ લિટર છે. પેટ્રોલ અને ડીઝલ તમારા સુધી કેવી રીતે પહોંચે છે?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.