મહિસાગર : સંતરામપુર તાલુકામાં ફ્રી મેડિકલ નિદાન કેમ્પ સંતરામપુર ડેપો ખાતે યોજાયો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ સંતરામપુર ડેપો તથા શિવાની હોસ્પિટલ લુણાવાડા તેમજ સિધ્ધિ વિનાયક હોસ્પિટલ અને વિજય ઓર્થોપેડિક હોસ્પિટલ સંતરામપુર ના સહયોગથી ફ્રી મેડિકલ નિદાન કેમ્પ સંતરામપુર ડેપો ખાતે યોજાયો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ સંતરામપુર ડેપો તથા શિવાની હોસ્પિટલ લુણાવાડા તેમજ સિધ્ધિ વિનાયક હોસ્પિટલ અને વિજય ઓર્થોપેડિક હોસ્પિટલ સંતરામપુર ના સહયોગથી ફ્રી મેડિકલ નિદાન કેમ્પ 22 જૂન 2024 ના રોજ સંતરામપુર ડેપો ખાતે યોજાયો હતો.જેમાં આ કેમ્પ સંતરામપુર એસટી ડેપોના અધિકારી અને કર્મચારીઓ તથા આ સંતરામપુર એસટી ડેપો ખાતે આવતા જતા મુસાફરો મળી અંદાજે 100 જેટલા ઊપરાંત લોકોએ આ કેમ્પ નો લાભ લીધો હતો.
જેમાં આ કેમ્પ આવેલ શિવાની હોસ્પિટલ ના ડોકટર ગૌરાંગ વી.ખડીયાઅને ડોકટર શિવાની સોનારા ખડીયા એ મન મગજ તથા માનસિક રોગોની તપાસ કરેલ હતી.અને બીજા નંબર પર વિજય ઓર્થોપેડીક હોસ્પિટલ ના ડોકટર વિજય કામોલ અને ડોકટર જતીન ડામોર એ સારણગાંઠ, વધરવલ હરસ, મસા તેમજ ગાંઠ ની તપાસ હાથ ધરેલ હતી.અને અન્ય નિષ્ણાંત ડોકટરો એ આ કેમ્પ માં હદય ફેફસા, કિડનીના રોગોની તપાસ,BP તથા ડાયાબિટીસ (સુગર) ચેકઅપ પણ તપાસ હાથ ધરેલ હતી. જેમાં આ સંપૂર્ણ રીતે સાથ સહકાર થી સફળ રહ્યો હતો.
આ કેમ્પ માં ગુજરાત એસટી વિભાગ ના ગોધરા વિભાગના લેબર ઓફિસર જી.એમ. ચોપડા સાહેબ, સંતરામપુર એસટી ડેપોના ડેપો મેનેજર સંગાડા સાહેબ તથા એટીઆઈ ટીનાબાપુ અને સ્ટેન્ડ ઇન્ચાર્જ ના વિનુભાઈ પટેલ તથા આ કેમ્પ માં આવેલ ડોકટર મિત્રો, અને સંતરામપુર એસટી ડેપોના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ ને આવતા જતા મુસાફરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.