જન્નતના દરિયા કિનારે ખાપટના યુવાનનો ઝેરી દવા પી આપઘાત - At This Time

જન્નતના દરિયા કિનારે ખાપટના યુવાનનો ઝેરી દવા પી આપઘાત


પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા યુવાને ઇન્દિરાનગર નજીક સિકોતેર મંદિર પાછળના જન્નતના દરિયાકિનારે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં લવાયા બાદ તેનું મોત નિપજ્યુ છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ખાપટ વિસ્તારમાં નાગદાદાના મંદિર પાસે રહેતા જયદીપ હરીશભાઈ ગોંડલીયા "નામના ૨૪ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઇન્દિરાનગરથી ઓડદર તરફ જતા રસ્તે સિકોતેર - માતાજીના મંદિર પાછળ આવેલા • દરિયાકિનારે જઈને ઝેરી દવા પી લીધી હતી. આથી તેને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જયદીપનું મોત નિપજતા પરિવાર ઉપર વજ્રઘાત થયો છે. આગળની તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.