નિંદ્રાધીન તંત્ર ની બેદરકારીના પાપે લાભાર્થી થી લાભ થી વંચિત....? - At This Time

નિંદ્રાધીન તંત્ર ની બેદરકારીના પાપે લાભાર્થી થી લાભ થી વંચિત….?


(છોટાઉદેપુર નસવાડી)
નસવાડી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ કોમ્યુનિટી હોલમાં તૈયાર થતી વર્ષ 2023 શાળા પ્રવેશમહોત્સવની 400 જેટલી સાઇકલો એક વર્ષ પછી આદિવાસી બાળકીઓને આપવામાં આવશે જયારે ગ્રામ પંચાયતનો કોમ્યુનિટી હોલ જર્જરિત હાલતમાં હોવાથી છતમાંથી વરસાદી પાણી પડતા સાઇકલોના સ્પેરપાર્ટને નુકશાન થવાનો ભય જયારે કોમ્પ્યુનિટી હોલ ગમે ત્યારે ધરાશય થાય તેવી સ્થિતિમાં

નસવાડી હાઈસ્કૂલ ના કમ્પાઉન્ડમાં ગ્રામ પંચાયતનો કોમ્યુનિટી હોલમાં કેસરી કલરની સાઇકલોનું મટિરિયલ આવ્યું છે અને આ મટીરીયલ ફિટ કરીને સાઇકલ બનાવામાં આવી રહી છે સાઇકલમાં ગુજરાત સરકારનું સ્ટીકર અને શાળા પ્રવેશમહોત્સવ 2023 નું સ્ટીકર મારેલું છે જયારે હાલ તો 2024 નો પ્રવેશ મહોત્સવ થોડા દિવસમાં શરૂ થવાનો છે આ સાઇકલો ફિટ કરવા મધ્યપ્રદેશથી કારીગરો આવ્યા છે અને કોમ્યુનિટી હોલમાં સાઇકલો બનાવી રહ્યા છે જયારે સરકાર દ્વારા આદિવાસી કન્યાઓને શિક્ષણ મેળવવા શાળાએ આવા જવા માટે સાઇકલો આપે છે જેને લઇ વર્ષ 2023 ના પ્રવેશ મહોત્સવમાં વિધાર્થિનીઓને સાઇકલો આપવાની હતી પરંતુ તંત્ર દ્વારા સાઇકલો આપવામાં આવી ના હતી એક વર્ષ બાદ 2023 ની સાઇકલો આપવા માટે હાલ નસવાડી ખાતે કોમ્પ્યુનિટી હોલમાં સાઇકલોનું ફિટિંગ ચાલી રહ્યું છે જયારે આ બાબતે આદિજાતિ વિભાગના અધિકારીઓનું સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે નસવાડી તાલુકામાં ગયા વર્ષની સાઇકલો આવી ના હતી જયારે આદિવાસી વિધાર્થિનીઓ માટે સરકાર દ્વારા સાઇકલ આપવાની યોજના અમલમાં મૂકી છે પરંતુ અધિકારીઓ એના ઉપર ધ્યાન આપતા નથી એક વર્ષ સુધી વિધાર્થિનીઓને સાઇકલ માટે રાહ જોવી પડે છે જયારે અમુક વિધાર્થિનીઓ અભ્યાસ પણ છોડી મૂકે છે તો કેટલીક વિધાર્થિનીઓ બીજા અન્ય જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરવા જતી રહેતી હોય છે જયારે આદિજાતિ વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે સરકારની યોજનાઓ ફાળસ રૂપ સાબિત થઇ રહી છે તેવું હાલ સાબિત થયું છે જયારે આ સાઇકલો જે કોમ્પ્યુનિટી હોલમાં ફીટીંગ કરવામાં આવી રહી છે તે કોમ્યુનિટી હોલની છતમાં તિરાડો પડી ગઈ છે જેથી વરસાદી પાણી નીચે ટપકી રહ્યું છે જેથી સાઇકલોના સ્પેરપાર્ટને નુકશાન થવાની સંભાવના છે હાલ વહીવટ તંત્રની લાલીયાવાડી બહાર આવી છે જયારે એક એક વર્ષ સુધી આ સાઇકલો ક્યાં હતી અને કેમ એક વર્ષ પછી સાઇકલો આપવામાં આવી રહી છે તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.