સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનિમલ હેલ્પલાઈન,રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગૃપના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન - At This Time

સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન,રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગૃપના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન


સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનિમલ હેલ્પલાઈન,રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગૃપના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

રાજકોટ આપણી સર્જન અને વકતૃત્વ શક્તિ ખીલે એવા હેતુથી સમસ્ત મહાજન,કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઈન,રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગૃપના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી છે જેના વિષયો (૧) હું પશુ પક્ષીની સેવા કરું છું કારણકે, (૨) હું વૃક્ષો વાવું છું, ઉછેરું છું કારણકે,(૩) હું જીવમાત્ર પ્રત્યે કરુણા રાખું છું,કારણ કે
અહીં આપેલા વિષયને કેન્દ્રમાં રાખી નિબંધ, ગીત, કાવ્ય, નાટ્ય (ગ્રુપ/ સિંગલ),અર્વાચીન ગીતો, સાહિત્યના અનેક પ્રકારો (દુહા, છંદ,ગઝલ,હાઇકુ,ઇત્યાદિ),માંનો એક્ટિંગનો વધુમાં વધુ પાંચ મિનિટનો વિડિયો બનાવી તા.૩૦,જૂન,૨૦૨૪ સુધી મોકલી આપવો.વિડિયો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી,સિંધી કે કોઈપણ ભારતીય ભાષામાં રેકોર્ડ કરી શકાશે વિડિયો મહત્તમ પાંચ મિનિટનો હોવો જોઈએ.આ સ્પર્ધામાં કોઈપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકે છે.સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને E-certificate આપવામાં આવશે તેમજ વિજેતાને સંસ્થા દ્વારા આકર્ષક Cash Prices અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવશે. તથા બાળકો સહિત સારા વક્તાઓને karuna talks માં આમંત્રિત કરીને તેમનો ઇન્ટરવ્યૂ કરવામાં આવશે જે ડિજિટલ માધ્યમ દ્વારા લાખો લોકો સુધી પહોંચશે આપનો ગૂગલ ફોર્મ દ્વારા અપલોડ કરેલ વિડીયો Karuna Foundation Trust–Animal Helpline નામક યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરવામાં આવશે.આપનો વિડીયો તા.૨૧,જૂન,૨૦૨૪ સુધીમાં મહેક હિંડોચા મો.નં. <a href="tel:8401401081">8401401081,ભૂષિત શુક્લ મો. નં. <a href="tel:9016696380">9016696380 ઉપર વહેલમાં વહેલી તકે મોકલી આપવા વિનંતી કરાય છે
સમસ્ત મહાજન,કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઈન, રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે તેની વધુ માહિતી માટે મહેક હિંડોચા મો. નં.<a href="tel:8401401081">8401401081 - ભૂષિત શુક્લ મો. નં. <a href="tel:9016696380">9016696380 પર સંપર્ક કરવા સમસ્ત મહાજનના ડો. ગિરીશભાઈ શાહ ,કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઈન,રાજકોટના મિતલ ખેતાણી ,ઘનશ્યામભાઈ ઠક્કર, રમેશભાઈ ઠક્કર,ધીરેન્દ્ર કાનાબાર ,પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઇ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઇ મહેતાની યાદીમાં જણાવાયું છે .

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.