રાણપુર પોલીસેના અલમપુર ગામેથી વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાતા એક રફુચક્કર - At This Time

રાણપુર પોલીસેના અલમપુર ગામેથી વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાતા એક રફુચક્કર


(પ્રતિનિધિ:વનરાજસિંહ ધાધલ બોટાદ)
રાણપુર પોલીસ એ પેટ્રોલિંગ દરમિયાન પૂર્વ બાતમી ના આધારે વિદેશી દારૂ નંગ- 240 સાથે 1 આરોપી ને ઝડપ્યૉ અને 1 ફરાર અને પ્રોહી ધારાની કલમ હેઠળ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગત 22-6-24 ના રોજ ફરિયાદ નોંધાઈ હતી

રાણપુર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પૂર્વ બાતમી ના આધારે રાણપુર પોલીસ ના ગોવિંદભાઈ સાંબડ અને PSI એચ.એ.વસાવા ,મનસુખભાઇ કમરેજીયા,ગભારુભાઈ સરેયા, મનહરસિંહ પરમાર,દ્વારા રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે અલમપુર રામદેવપીરના મંદિર પાસે રોડ ઉપર હાથમા કાળા કલરની પ્લાસ્ટીકની થેલી લઈને ઉભેલ હોય તેમાં ઇંગ્લિશ દારૂ નંગ-1 હોય અને દારૂની બોટલ કોની પાસેથી લાવેલ અંગે પહોંચતા જણાવો કે જયવીર ઉર્ફે જયુ હકુભાઈ ખાચર જેમના ઘર પાસે આવેલ બાવળની કાંટમાં તપાસ કરતા બાવળની કાટ આડમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂની અલગ અલગ બોટલનો જથ્થો મળી આવે જે નંગ-240 કુલ કી.રૂ. 27859/- મુદ્દામાલ સાથે વિજયભાઈ ઊકડભાઈ જામોડ રહે.અલમપુર, અને હાજર નહિ મળી આવનાર જયવિર ઉર્ફે જયુ હકુભાઈ ખાચર રહે. સાંગણપુર તેની રાણપુર પોલીસ સે અટકાયત કરી જેલ હવાલે કરાયા કર્યા ઉપરોક્ત આરોપી સામે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે રાણપુર પોલીસ સ્ટેશનના ગોવિંદભાઈ સાંબડ પ્રોહી ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના PSI એચ.એ.વસાવા ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.