'...આ તો તાનાશાહી છે':બદલો લઈ રહ્યા છે ચંદ્રાબાબુ, આંધ્રમાં પાર્ટી ઓફિસ પર બુલડોઝર ફરી વળતા પૂર્વ CM જગનમોહને આરોપ લગાવ્યો - At This Time

‘…આ તો તાનાશાહી છે’:બદલો લઈ રહ્યા છે ચંદ્રાબાબુ, આંધ્રમાં પાર્ટી ઓફિસ પર બુલડોઝર ફરી વળતા પૂર્વ CM જગનમોહને આરોપ લગાવ્યો


આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટીના નિર્માણાધીન કાર્યાલયને રાજ્ય સરકારે બુલડોઝર વડે તોડી પાડ્યું છે. શનિવારે સવારે 5:30 વાગ્યે, આંધ્ર પ્રદેશ કેપિટલ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (APCRDA) એ ગુંટુરના તરેપલ્લીમાં બનેલી ઓફિસ પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ મામલે જગનમોહને ચંદ્રાબાબુનું વર્તન તાનાશાહ જેવું હોવાનું જણાવ્યું હતું. અગાઉ, હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) એ રેડ્ડીના લોટસ પોન્ડ નિવાસની બાજુમાં ફૂટપાથ પર ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું. તેનો ઉપયોગ સુરક્ષા કર્મચારીઓ કરતા હતા. રેડ્ડીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના 10 દિવસ બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારની એજન્સીઓની આ કાર્યવાહી પર YSRCPએ કહ્યું- આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી અને TDP સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ બદલાની રાજનીતિ કરી રહ્યા છે. હાઈકોર્ટે ડિમોલિશન જેવી કોઈપણ કાર્યવાહી પર પ્રતિબંધ પણ મૂક્યો છે, પરંતુ સરકારે કોર્ટની સૂચનાનું પાલન કર્યું નથી. અધિકારીઓનો દાવો- સિંચાઈ વિભાગની જમીન પર પરવાનગી વગર ઓફિસ બનાવવામાં આવી
CRDA અને MTMC અધિકારીઓએ દાવો કર્યો હતો કે જગનની પાર્ટી ઓફિસ સિંચાઈ વિભાગની જમીન પર બનાવવામાં આવી છે. એવો પણ આરોપ છે કે જગન મોહન રેડ્ડી સરકાર હેઠળ, બોટયાર્ડ માટે અગાઉ ઉપયોગમાં લેવાતી જમીન ઓછી રકમ પર લીઝ પર આપવામાં આવી હતી અને સીઆરડીએ અને એમટીએમની જરૂરી મંજૂરીઓ વિના બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. 4 દિવસ પહેલા TDPએ કર્યો હતો દાવો - જગને લક્ઝરી રિસોર્ટ પર ખર્ચ્યા 500 કરોડ રૂપિયા આંધ્રપ્રદેશમાં સરકાર બનાવ્યા બાદ તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ ભૂતપૂર્વ સીએમ અને YSRCPના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી પર પબ્લિકના રુપિયાનો દુરુપયોગ કરવાના આરોપ લગાવ્યા છે. TDPનું કહેવું છે કે જગને વિશાખાપટ્ટનમમાં સમુદ્ર કિનારે ઋષિકોંડા પહાડ પર પોતાના માટે લક્ઝરી સી-ફેસિંગ રિસોર્ટ બનાવ્યું છે. આમાં જનતાના 500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. TDP ધારાસભ્ય જી શ્રીનિવાસ રાવે NDA પ્રતિનિધિમંડળ અને પત્રકારો સાથે રિસોર્ટની મુલાકાત લીધી હતી. આ પછી, પાર્ટીએ 16 જૂને X પર એક પોસ્ટ શેર કરી અને દાવો કર્યો કે આ રિસોર્ટની ઈન્ટીરિયર ડિઝાઇનમાં 33 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આરોપ છે કે રિસોર્ટમાં 15 લાખ રૂપિયાના 200 ઝુમ્મર લગાવવામાં આવ્યા છે. મોંઘીદાટ રંગબેરંગી લાઈટો લગાવવામાં આવી છે. બાથરૂમથી લઈને આખા રિસોર્ટમાં સેન્ટ્રલ એર કન્ડીશનીંગ સિસ્ટમ છે. જો કે, YSRCPએ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આ બિલ્ડિંગ સરકારની છે. આ રિસોર્ટ આંધ્ર પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમ દ્વારા પ્રવાસન પ્રોજેક્ટર તરીકે બનાવવામાં આવ્યો છે. આ માટે મે 2021માં કેન્દ્ર સરકાર પાસેથી કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનની મંજૂરી લેવામાં આવી હતી. સીએમ નાયડુની સપ્ટેમ્બર 2023માં કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી સપ્ટેમ્બર 2023માં ચંદ્રાબાબુ નાયડુને કૌશલ્ય વિકાસ કૌભાંડમાં નંદયાલ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે સવારના 6 વાગ્યા હતા. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)એ તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. આ કેસ અંદાજે રૂ. 371 કરોડના કૌભાંડ સાથે સંબંધિત હતો. CID અધિકારીઓ અને નંદ્યાલ જિલ્લા પોલીસ, કુર્નૂલ રેન્જના DIG રઘુરામી રેડ્ડીની આગેવાની હેઠળ, સવારે 3 વાગ્યે નાયડુ જ્યાં રોકાયા હતા તે કેમ્પ સાઇટ પર પહોંચ્યા હતા. CBIએ 9 ડિસેમ્બર, 2021ના રોજ કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં એફઆઈઆર નોંધી હતી. જેમાં 25 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જો કે આ એફઆઈઆરમાં નાયડુનું નામ ન હતું. આ વર્ષે માર્ચમાં CIDએ કૌશલ્ય વિકાસ કૌભાંડની તપાસ શરૂ કરી હતી. સીઆઈડીએ દાવો કર્યો હતો કે તપાસમાં જે વાત સામે આવી તેના આધારે ચંદ્રાબાબુની ધરપકડ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.