ચુડા પોલીસ ગ્રાઉન્ડ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાઈ. - At This Time

ચુડા પોલીસ ગ્રાઉન્ડ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાઈ.


આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વિશ્વકલ્યાનાર્થે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે વિશ્વ યોગ દિવસ ઉજવણીનાં ભાગરૂપે ચુડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર નાયબ મામલતદાર વિરલભાઈ શુક્લની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં યુવાનોએ જુદા જુદા યોગાસન, પ્રાણાયામ કર્યા હતા. અને યોગ કરવાના અનેક ફાયદાઓ વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. “સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. દરરોજ યોગ અને પ્રાણાયામ કરનાર વ્યક્તિઓ તંદુરસ્તી જળવાઈ રહેતી હોય છે.લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને નિયમિતપણે યોગ કરે તે માટે “સ્વંય અને સમાજ માટે યોગ”ની થીમ સાથે ૧૦માં "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉજવણી કરાઈ હતી. “આ તકે ટીડીઓ અશ્વિનભાઈ ટમાલીયા, ચુડા પીએસઆઈ એચ.એચ.જાડેજા, આરએફઓ વિજયસિંહ ગઢવી,ચુડા તાલુકા સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ સયોજંક શિવભા રાણા,વિપુલ મીઠાપરા,હોમગાર્ડ કમાન્ડર મહિપતસિંહ, બીઆરસી વિજય પટેલ સહિત સ્કૂલનાં બાળકો, શિક્ષકો, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.