ગુડ ન્યૂઝ:અમેરિકામાં છટણી થયેલા સૌથી વધુ 95% ભારતીયને નવી નોકરી
અમેરિકાથી સારા સમાચાર છે. નોકરીમાંથી કાઢી મુકાયેલા 95% ભારતીય એચ-1બી વિઝાધારકોને અમેરિકામાં જ નવી નોકરીઓ મળી જાય છે. કોઈ પણ રાષ્ટ્રીયતામાં આ સૌથી વધુ સંખ્યા છે. 2024માં અત્યાર સુધીમાં 45 હજાર ભારતીય એચ-1બી વિઝાધારકોમાંથી 95%ને નવી નોકરીઓ મળી છે. જ્યારે ચીનના 40 હજાર એચ-1બી વિઝાધારકોમાંથી માત્ર 35%થી 40% લોકોને જ નવી નોકરી મળી છે. નોકરીઓ ન મળવાને કારણે તેમને તેમના વતન અથવા અન્ય દેશોમાં શિફ્ટ થવું પડ્યું છે. નોંધનીય છે કે ગૂગલ, મેટા અને એમેઝોન જેવી મોટી કંપનીઓમાં ભારતીયોને સૌથી વધુ નોકરીઓ આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે જે ભારતીય એચ-1બી વિઝાધારકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ સિલિકોન વેલીના હતા. ટેક્ કંપની છોડનારને અન્ય સેક્ટરમાં હાયરિંગ વધ્યું
રેવેલિયો લેબ્સ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે બજારની અનિશ્ચિતતાઓ હોવા છતાં ઘણી કંપનીઓએ એચ-1બી વિઝાધારકોને મોટી સંખ્યામાં રિહાયર કર્યા છે. તેમને ફરી કામ પર રાખવામાં આવ્યા છે. એચ-1બી વિઝા ધરાવતા કામદારો નવી ભૂમિકાઓ સુરક્ષિત કરવા માટે ઝડપથી સ્થાળાંતરિત થાય છે, જે મૂળ કામદારો કરતાં વધુ ઝડપથી નોકરી મેળવવામાં ફાળો આપે છે. ટેક્ ઉદ્યોગમાં છટણીનાં પરિણામે ઘણા લોકોને પરંપરાગત ટેક્ કંપનીઓની બહાર વિશિષ્ટ ટેક્નિકલ હોદ્દા પર રોજગારી મળી છે. શિકાગો જેવાં શહેરોમાં સ્થાનિક ભાગીદારી માટે સંભવિત મોડલ દર્શાવે છે, છેલ્લાં બે વર્ષમાં 1.70 લોકોની છટણી થઈ
2022માં કંપનીઓએ ઓછામાં ઓછા 85 હજાર કર્મચારીઓની છટણી કરી. આ છટણીથી ઘણા ભારતીય અને ચીની કર્મચારીઓને અસર થઈ. 2023માં પણ મુખ્ય એચ-1બી એમ્પ્લોયરોએ 85,000 છટણીની જાહેરાત કરી હતી, કંપનીઓ આ વર્ષે ઓછા વિઝા માટે અરજી કરશે
આ વર્ષે પણ કંપનીઓ ઓછા વિઝા માટે અરજી કરશે. મેટા, ગૂગલ અને એમેઝોન જેવી મોટી ટેક્ કંપનીઓ 2024માં ઓછા એચ-1બી વિઝા માટે અરજી કરે તેવી અપેક્ષા છે કારણ કે તેઓ પહેલેથી જ મોટી સંખ્યામાં ભારતીયોને નોકરી આપી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.