થાનગઢ પાંજરાપોળ મુદ્દે જીલ્લા પોલીસ વડા ને આવેદન અપાયું. - At This Time

થાનગઢ પાંજરાપોળ મુદ્દે જીલ્લા પોલીસ વડા ને આવેદન અપાયું.


થાનગઢ પાંજરાપોળ માં અબોલ તથા નિરાધાર ગાયો તથા પ્રાણીઓની સેવા કરતી સંસ્થા પાંજરાપોળ માં ઘટના કઈંક એમ બની હતી કે આ સંસ્થા માં ભૂતકાળ માં સેવા બજાવી ચૂકેલ તથા હાલમાં પોલિસ માં ફરજ બજાવી રહેલ લાલા ભાઈ પોલીસ વાળા એ પાંજરાપોળ ના ટ્રસ્ટી જયરાજભાઈ ખાચર ને ફોન કરી તમે બધા પેસા ખાઈ જાવ છો તેવા ખોટા આક્ષેપો કરી ને તમામ ને ખુલ્લા પાડી દેવાની ધમકી આપી હતી. આથી જયરાજ ભાઈ એ તાત્કાલિક પાંજરાપોળ થાનગઢ ના ટ્રસ્ટી ઓની મિટિંગ બોલાવી હતી. જેમાં દિગુ ભાઈ રાણા, હરેશ ભાઈ, ભુપત ભાઈ ખમાણી, , કિરીટ ભાઈ વોરા, , વિરાટ ભાઈ દોઢીવાળા, અનિલભાઈ સિંધી, વીનુ ભાઈ પ્રજાપતિ વિગેરે એ પણ જણાવેલ કે લાલો પોલિસ તેઓને પણ કઈંક આ પ્રકારે ફોન પર ધમકી દઈ ચુક્યો છે. આ મિટિંગ માં એવું જાણવા મળ્યું હતું કે લાલા પોલીસે મોન્ટુ કાપડી નામના માથાભારે માણસ ને ઉશ્કેરીને પાંજરાપોળ માં સેવા આપતા સત્યપાલ સિંહ ઝાલા તથા ફિરોઝ ખાન ને બે દિવસ પહેલા ધમકી આપેલ હતી. જે બાબત ની બે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. જેથી આજે પાંજરાપોળ ના ટ્રસ્ટીઓ એ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ને રૂબરૂ મળી આવેદન પત્ર આપ્યું હતું તથા થાનગઢ મામલતદાર શ્રી સમક્ષ અને થાન પોલીસ સ્ટેશન એ લાલા પોલીસ વિરુદ્ધ રજુઆત કરી હતી. અંતે ઉપરથી આદેશો છુટતા આજે મોડી સાંજે થાનગઢ પોલીસ સ્ટેશન માં લાલા પોલીસ અનેમોન્ટુ કાપડી
વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં ટ્રસ્ટી હીરાભાઈ મીર ફરિયાદી બન્યા છે
હાલ તો આ ઘટના એ થાનગઢ માં ચકચાર મચાવી દીધી છે કે થાનગઢ પાંજરાપોળ માં સેવા કરતા લોકો ને ટ્રસ્ટી ઓ એ પાંજરાપોળ એ સેવા દેતા બંધ થઈ જશે તો આશરે 550 જેટલા અબોલ જીવ નું સુ થશે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.